આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૭નું સત્તાવાર શેડ્યૂલ આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેર થવાની સંભાવના છે, જે ત્રણ દેશોની યજમાનીમાં રમાશે.

ICC વર્લ્ડ કપ ૨૦૨૭ની શરૂઆત થવામાં હવે થોડા જ મહિના બાકી છે, ત્યારે ક્રિકેટ રસિકોમાં તેના શેડ્યૂલને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આઈસીસી આગામી મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ટૂર્નામેન્ટનું સત્તાવાર અને આખું શેડ્યૂલ જાહેર કરી શકે છે.
વર્લ્ડ કપ ૨૦૨૭ અંગેની મુખ્ય વિગતો અને ફોર્મેટ
-
સંયુક્ત યજમાની: આ આગામી સિઝન એક કે બે નહીં પરંતુ કુલ ત્રણ દેશોની યજમાનીમાં રમાશે, જેમાં સાઉથ આફ્રિકાની સાથે ઝિમ્બાબ્વે અને નામીબિયાનો સમાવેશ થાય છે.
-
ટીમો અને ફોર્મેટ: આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૪ ટીમો ભાગ લેશે. ફોર્મેટની વાત કરીએ તો, સૌપ્રથમ સુપર સીરિઝ રાઉન્ડ રમાશે, ત્યારબાદ મુખ્ય ગ્રુપ રાઉન્ડ અને પછી સુપર સેવન મેચો યોજાશે. અંતે સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલો રમાશે.
-
આયોજનના વેન્યૂ: સાઉથ આફ્રિકાના કુલ ૧૨ વેન્યૂ પર મેચોનું આયોજન થશે, જેમાં વાંડરર્સ સ્ટેડિયમ (જોહાન્સબર્ગ), સેન્ચુરિયન (ત્શવાને), ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (કેપ ટાઉન), કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ (ડરબન), સેન્ટ જોર્જ પાર્ક (ગકેબરહા), મંગાંગ ઓવલ (બ્લોમફોન્ટેન), બોલેન્ડ પાર્ક (પાર્લ) અને બફેલો પાર્ક (કુગોમ્પો સિટી) જેવા પ્રખ્યાત મેદાનો સામેલ છે.










