તહેવારોની સિઝન વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. દિવાળી પહેલાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

તહેવારોની સિઝન વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. દિવાળી પહેલાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રતિ કિલો CNGના ભાવમાં રૂ. 2.30નો વધારો થતાં નવો ભાવ રૂ. 100.77 થયો છે.
અગાઉ CNGનો ભાવ પ્રતિ કિલો રૂ. 98.47 હતો. હવે ભાવમાં થયેલા વધારા સાથે CNG રૂ. 100ની સપાટી વટાવી ગયું છે. આ વધારાથી વાહનચાલકો અને સામાન્ય નાગરિકોના ખર્ચમાં વધારો થશે.
Adani CNG Price Hike Ahmedabad: રિક્ષાચાલકો અને મધ્યમ વર્ગ પર બોજ
અમદાવાદમાં હજારો લોકો રોજિંદા પરિવહન માટે CNG વાહનોનો ઉપયોગ કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવથી રાહત મેળવવા અનેક વાહનચાલકો CNG તરફ વળ્યા હતા. જોકે, હવે CNGના ભાવમાં પણ વધારો થતાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
ખાસ કરીને રિક્ષાચાલકો, ટેક્સી ડ્રાઇવરો અને નોકરીયાત વર્ગને આ વધારાની સીધી અસર થશે. ઈંધણ પાછળનો ખર્ચ વધવાથી વાહનચાલકોની બચત અને આવક પર અસર પડી શકે છે.
મુસાફરી અને પરિવહન મોંઘાં થવાની શક્યતા
દિવાળી જેવા મોટા તહેવાર પહેલાં થયેલા ભાવવધારાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ શકે છે. CNGના ભાવ વધતાં મુસાફરી અને માલસામાનની હેરફેરનો ખર્ચ પણ વધી શકે છે.
આ ભાવવધારાની અસરથી રિક્ષાચાલકો અને અન્ય વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. હવે આગામી સમયમાં પરિવહન ખર્ચ અને મુસાફરીના ભાડા પર તેની કેટલી અસર પડે છે તે જોવું રહેશે.











