રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ રહેશે

ગુજરાત સરકારે વર્ષ 2027 દરમિયાન આવનારી જાહેર રજાઓનું સત્તાવાર કેલેન્ડર જાહેર કર્યું છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ રહેશે. આ ઉપરાંત કર્મચારીઓ માટે 9 વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. બેંકો માટે અલગથી 17 જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે.
આ યાદીથી સરકારી કર્મચારીઓ, બેંક કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને આગામી વર્ષની રજાઓનું આયોજન કરવામાં સરળતા રહેશે.
જાન્યુઆરીથી માર્ચ 2027ની જાહેર રજાઓ
વર્ષની શરૂઆતમાં જ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની રજા રહેશે. ત્યારબાદ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની રજા મળશે. માર્ચ મહિનામાં મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી અને ગુડ ફ્રાઈડેની રજાઓ જાહેર કરવામાં આવી છે.
| તારીખ | દિવસ | તહેવાર |
|---|---|---|
| 14 જાન્યુઆરી | ગુરુવાર | મકરસંક્રાંતિ |
| 26 જાન્યુઆરી | મંગળવાર | પ્રજાસત્તાક દિવસ |
| 6 માર્ચ | શનિવાર | મહાશિવરાત્રિ |
| 10 માર્ચ | બુધવાર | રમઝાન ઈદ |
| 23 માર્ચ | મંગળવાર | ધૂળેટી |
| 26 માર્ચ | શુક્રવાર | ગુડ ફ્રાઈડે |
એપ્રિલથી જૂન 2027ની જાહેર રજાઓ
એપ્રિલ મહિનામાં ચેટીચાંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી અને મહાવીર જન્મકલ્યાણકની રજા રહેશે. મે મહિનામાં બકરી ઈદ અને જૂનમાં મોહરમની જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
| તારીખ | દિવસ | તહેવાર |
|---|---|---|
| 7 એપ્રિલ | બુધવાર | ચેટીચાંદ |
| 14 એપ્રિલ | બુધવાર | ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ |
| 15 એપ્રિલ | ગુરુવાર | રામનવમી |
| 19 એપ્રિલ | સોમવાર | મહાવીર જન્મકલ્યાણક |
| 17 મે | સોમવાર | બકરી ઈદ |
| 16 જૂન | બુધવાર | મોહરમ |
ઓગસ્ટથી ઓક્ટોબર 2027ની જાહેર રજાઓ
ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની રજા મળશે. સપ્ટેમ્બરમાં સંવત્સરીની જાહેર રજા રહેશે. જ્યારે ઓક્ટોબરમાં ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષની રજા જાહેર કરવામાં આવી છે.
| તારીખ | દિવસ | તહેવાર |
|---|---|---|
| 17 ઓગસ્ટ | મંગળવાર | રક્ષાબંધન |
| 25 ઓગસ્ટ | બુધવાર | જન્માષ્ટમી |
| 4 સપ્ટેમ્બર | શનિવાર | સંવત્સરી |
| 2 ઓક્ટોબર | શનિવાર | મહાત્મા ગાંધી જયંતિ |
| 29 ઓક્ટોબર | શુક્રવાર | દિવાળી |
| 30 ઓક્ટોબર | શનિવાર | નૂતન વર્ષ |
કર્મચારીઓને 9 વૈકલ્પિક રજાઓનો વિકલ્પ
જાહેર રજાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓને પોતાની પસંદગી મુજબ વૈકલ્પિક રજાઓ લેવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ યાદીમાં નીચેના તહેવારોનો સમાવેશ થાય છે:
- ભગવાન પરશુરામ જયંતિ
- સ્વાતંત્ર્ય દિન
- પારસી નૂતન વર્ષ
- પતેતી
- ઈદ-એ-મિલાદ
- દશેરા
- સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ
- ભાઈબીજ
- ગુરુ નાનક જયંતિ
- નાતાલ
બેંકો માટે 17 જાહેર રજાઓ, 1 એપ્રિલે અલગ રજા
ગુજરાતમાં બેંકો માટે વર્ષ 2027 દરમિયાન કુલ 17 જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે. સરકારી કચેરીઓની યાદીની સરખામણીમાં બેંકોને 7 એપ્રિલે ચેટીચાંદની રજા આપવામાં આવી નથી.
આ ઉપરાંત 1 એપ્રિલ, 2027ના રોજ બેંકો, પગાર અને હિસાબી કચેરીઓ તથા તિજોરી અને પેટા તિજોરી કચેરીઓ માટે વાર્ષિક હિસાબો બંધ કરવાના હેતુથી અલગથી જાહેર રજા રહેશે.
રવિવાર કે બીજા-ચોથા શનિવારે રજા આવે તો વધારાની રજા નહીં
સરકારના જાહેરનામામાં રજાઓ અંગે કેટલીક મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે. જો જાહેર રજા બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારે આવે, તો તેના બદલામાં અન્ય દિવસે વધારાની રજા આપવામાં આવશે નહીં.વધુમાં, મુસ્લિમ તહેવારોની જાહેર રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. જાહેરનામા મુજબ, આ રજાઓ રાજ્ય સરકારનાં બોર્ડ, નિગમ અને પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.આમ, ગુજરાત સરકારે વર્ષ 2027નું રજાઓનું કેલેન્ડર જાહેર કરતાં સરકારી કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને આગામી વર્ષના તહેવારો અને રજાઓનું આયોજન કરવા માટે સ્પષ્ટતા કરી છે.










