સરે બે દિવસમાં 800થી વધુ રન બનાવીને ઈંગ્લેન્ડ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો : ઈંગ્લેન્ડમાં બન્યો મહારેકોર્ડ, એકની ટ્રિપલ સેન્ચુરી અને ત્રણ બેટરે ફટકારી સદી

ન્યુ દિલ્હી, મંગળવાર : કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-1ની 42મી મેચમાં સરે ટીમે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મેચના માત્ર બે જ દિવસમાં સરેના બેટ્સમેનોએ રનનો એવો વરસાદ કર્યો, ડોમિનિક સિબલીની મર્યાદિત પણ માજી ટ્રિપલ સેન્ચુરી (305), સેમ કરન, ડેનિયલ લોરેન્સ અને વિલ જેક્સના તોફાની શતક સાથે સરેએ 820/9 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી — કાઉન્ટી ઈતિહાસમાં પહેલી વાર કોઈ ટીમે એક જ ઇનિંગમાં આટલા રન બનાવ્યા છે.
કાઉન્ટી ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં રનનો વરસાદ થયો છે. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1માં એક ટીમે પ્રથમ ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા છે. આ ટીમ માટે 4 ખેલાડીઓએ સદી ફટકારી હતી, જેમાંથી એક બેટરે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે એક જ ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા હોય. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ની 42મી મેચ સરે અને ડરહામ (Surrey vs Durham) વચ્ચે રમાઈ રહી છે. સરે ટીમના ઓપનિંગ બેટર ડોમિનિક સિબલીએ ત્રેવડી સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 475 બોલમાં 305 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 29 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ડોમિનિક સિબલીની ત્રેવડી સદી ઉપરાંત ઓલરાઉન્ડર સેમ કુરને પણ સદી ફટકારી હતી. તેણે 124 બોલમાં 108 રન બનાવ્યા હતા. જ્યારે ડેનિયલ લોરેન્સે 149 બોલમાં 178 રન બનાવ્યા હતા, જેમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના ધાકડ બેટર વિલ જેક્સે પણ 94 બોલમાં 119 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સરે ટીમે શાનદાર બેટિંગ દ્વારા 9 વિકેટ ગુમાવીને 820 રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી. આજે (પહેલી જુલાઈ) આ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. સરે બે દિવસમાં 800થી વધુ રન બનાવીને ઈંગ્લેન્ડ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.











