હવે ઋષભ શેટ્ટીની પ્રીકવલ ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’ સાથે એક જ દિવસે રિલીઝ થવાની શક્યતા

મુંબઈ, ગુરુવાર : બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે 2 ઓક્ટોબરે બોક્સ ઓફિસ પર ભારી મુકાબલો જોવા મળશે! અક્ષય કુમાર અને અર્શદ વારસીની ચર્ચિત કોર્ટરૂમ ડ્રામા ‘જોલી એલએલબી 3’, હવે ઋષભ શેટ્ટીની પ્રીકવલ ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’ સાથે એક જ દિવસે રિલીઝ થવાની શક્યતા છે.
અક્ષય કુમાર તથા અર્શદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’ ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રીકવલ ‘કાંતારા ચેપ્ટર વન’ સાથે બીજી ઓક્ટોબરે બોક્સ ઓફિસ પર ટકરાસ તેવી શક્યતા સર્જાઈ છે. ‘જોલી એલએલબી મૂળ શિડયૂલ પ્રમાણે તા. ૧૯મી સપ્ટેમ્બરે રીલિઝ થવાની હતી. પરંતુ, હવે આ ફિલ્મ તા. બીજી ઓક્ટોબર પર ઠેલાઈ રહી હોવાનું કહેવાય છે. ‘જોલી એલએલબી થ્રી’ તથા ‘કાંતારા’ બંને તેમની આગલી ફિલ્મોની ગુડવિલ ધરાવે છે. ‘કાંતારા’ મૂળ તો સાઉથના દર્શકો માટે બનાવાઈ હતી પરંતુ તેનું ડબ કરેલું વર્ઝન હિંદીમાં અનાયાસે જ હિટ થયું હતું. તે પછી તેની પ્રીકવલની પણ રાહ જોવાય છે. બીજી તરફ અક્ષય કુમારને હાલ એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે.











