ગાંધીનગર જિલ્લા પંચાયતનો સરાહનીય પ્રયાસ : ગામે ગામ જઈ વૃદ્ધોને અપાયા આયુષ્માન કાર્ડ

જિલ્લા પંચાયત ગાંધીનગર, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વય વંદના કાર્ડ મેગા ડ્રાઇવ અંતર્ગત ઘર આંગણે લોકોને સેવા આપતા કર્મચારી : આયુષ્માન કાર્ડની સેવાના લાભ દરેક જરુરમંદો સુધી પહોંચી શકે, તેવા લક્ષ્ય સાથે જિલ્લા કલેક્ટર ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી થઈ રહી છે

ગાંધીનગર જિલ્લા પંચાયતનો સરાહનીય પ્રયાસ

ગાંધીનગર, ગુરુવાર : જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા આયુષ્માન કાર્ડની વહેંચણી મહત્વ પૂર્ણ પહેલના ભાગરૂપે કલોલ, માણસા, ગાંધીનગર, દહેગામ તાલુકાના ગામોના જરુરત મંદ નાગરિકોને આપવામાં આવી રહી છે. જેના માટે ‘વય વંદના’ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઇવનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

આ શહેરના ભાગરૂપે તા.10/જુલાઇ/2025 ના રોજ ગાંધીનગર જિલ્લામાં ૭૦+ ના નાગરિકોના ઘર આંગણે સેવા આપતા કર્મચારીઓ વય વંદના યોજના હેઠળ આયુષ્માન કાર્ડ એનરોલમેન્ટની કામગીરી વગેરે હાથ ધરી રહ્યા છે. વધુમાં આવનાર દિવસ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. જેનો લાભ દરેક જરુરમંદો સુધી પહોંચી શકે તેવા લક્ષ્ય સાથે જિલ્લા કલેક્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી થઈ રહી છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!