આપણા આયુર્વેદમાં શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ઘણી ઔષધિઓનો ઉપયોગ વર્ણવવામાં આવ્યો છે. આમાંથી એક ભૃંગરાજ છે, જેને આયુર્વેદમાં કેશરાજ પણ કહેવામાં આવે છે. પાચનતંત્રને મજબૂત બનાવવા ઉપરાંત, તે વાળને સ્વસ્થ અને જાડા પણ બનાવે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

અમદાવાદ, શુક્રવાર
આજની ફાસ્ટ-પેસ લાઇફસ્ટાઇલમાં વાળ સંબંધિત સમસ્યાઓ, જેવી કે વાળ ખરવા, અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફ થવું, એકદમ કોમન બની ગયું છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે ઘણી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આયુર્વેદમાં જણાવેલ કેટલીક જડીબુટ્ટીઓ ખરેખર અદ્ભુત પરિણામ આપી શકે છે. આવી જ એક ચમત્કારિક ઔષધિ છે ભૃંગરાજ, જેને આયુર્વેદમાં ‘કેશરાજ’ એટલે કે વાળનો રાજા કહેવાય છે.
ભૃંગરાજ માત્ર પાચન સુધારવામાં જ નહીં, પરંતુ વાળને સ્વસ્થ અને ઘટ્ટ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તેના રેગ્યુલર ઉપયોગથી વાળની અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. ભૃંગરાજ વાળના મૂળને મજબૂત બનાવે છે, જેનાથી વાળ ખરતા ઓછા થાય છે, ડેન્ડ્રફ ઘટે છે અને રેગ્યુલર ઉપયોગથી સફેદ વાળ નેચરલી કાળા થવા લાગે છે.
ભૃંગરાજનો ઉપયોગ કેવી રીતે કરવો?
1. ભૃંગરાજ અને રીઠાથી બનાવો નેચરલ શેમ્પૂ
રીઠા પણ ભૃંગરાજની જેમ જ આયુર્વેદની એક મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ પ્રાકૃતિક સાબુ તરીકે થાય છે. તમે ભૃંગરાજના પાવડર સાથે રીઠાનો પાવડર મિક્સ કરીને ઘરે જ નેચરલ શેમ્પૂ બનાવી શકો છો. આ શેમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરવાથી વાળ સ્વસ્થ રહેશે.
2. ભૃંગરાજના હેર માસ્કથી વાળને પોષણ આપો
ભૃંગરાજના પાવડરથી તમે પોષકતત્ત્વોથી ભરપૂર હેર માસ્ક બનાવી શકો છો. આ હેર માસ્ક ઓઇલી અને ડ્રાય બંને પ્રકારના વાળ માટે ઇફેક્ટિવ છે.
ઓઇલી વાળ માટે: ભૃંગરાજના પાવડરમાં એલોવેરા જેલ અને થોડું કોકોનટ ઓઇલ મિક્સ કરીને હેર માસ્ક બનાવો.
ડ્રાય વાળ માટે: ભૃંગરાજના પાવડરમાં દહીં મિક્સ કરીને હેર માસ્ક બનાવો.
3. ભૃંગરાજ ઓઇલથી મસાજ
ભૃંગરાજના તેલથી મસાજ કરવાથી વાળ મજબૂત અને ઘટ્ટ બને છે. અઠવાડિયામાં 2 વખત આ તેલથી માથામાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળના મૂળ સુધી પોષણ પહોંચે છે.
4. વાળને આપો ઘીનું પોષણ
ઘી, ખાસ કરીને ગાયના દૂધમાંથી બનેલું શુદ્ધ ઘી, માત્ર હાડકાં અને મસલ્સને જ નહીં, પરંતુ વાળને પણ પોષણ આપે છે. તમારા ડેઇલી ડાયટમાં દેશી ઘીનો સમાવેશ કરવાથી વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
5. ભૃંગરાજ સિરપ
વાળના સારા સ્વાસ્થ્ય માટે ભૃંગરાજ સિરપ પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. જમ્યા પછી પાણી સાથે આ સિરપ લેવાથી ડાઇજેશન સુધરે છે અને શરીર મજબૂત બને છે.











