વોકિંગનો સાચો સમય આપણા બ્લડ સુગર લેવલ, વજન, પાચન અને ઊંઘ પર સીધી અસર કરે છે. ચાલો, આ બંને સમયના ફાયદાઓ વિશે વિગતવાર સમજીએ.

અમદાવાદ, સોમવાર
આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ અને હેલ્ધી રહેવા માંગે છે. પરંતુ આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાનપાનની આદતોને કારણે આપણે અનેક બીમારીઓનો શિકાર બનીએ છીએ. આવા સંજોગોમાં એક્ટિવ રહેવું અને રેગ્યુલર વોકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ એક મોટો પ્રશ્ન એ થાય છે કે વોક કરવાનો સાચો સમય કયો છે? શું સવારે ખાલી પેટે વોક કરવું વધુ ફાયદાકારક છે કે જમ્યા બાદ?
સવારે ખાલી પેટ વોકિંગ
જો તમારો મુખ્ય ઉદ્દેશ વજન ઘટાડવાનો હોય તો સવારે ખાલી પેટ વોકિંગ કરવું સૌથી બેસ્ટ ઓપ્શન છે.
ફેટ બર્નિંગ: સવારે ખાલી પેટ વોક કરવાથી તમારું શરીર એનર્જી માટે પહેલાથી જમા થયેલી ફેટનો ઉપયોગ કરે છે. આનાથી ઝડપથી વજન ઘટે છે.
ઇન્સ્યુલિન સેન્સિટિવિટી: ખાલી પેટે વોક કરવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
મેન્ટલ હેલ્થ: સવારના શાંત વાતાવરણમાં વોક કરવાથી મન શાંત રહે છે અને તણાવ ઓછો થાય છે. સૂર્યપ્રકાશમાં રહેવાથી વિટામિન D પણ મળે છે.
જમ્યા પછી વોકિંગ
ખાધા પછી તરત જ સૂઈ જવાને બદલે થોડીવાર વોક કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી અનેક ફાયદાઓ થાય છે.
બ્લડ સુગર કંટ્રોલ: રિસર્ચ અનુસાર, જમ્યા બાદ માત્ર 10-15 મિનિટની વોક કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેટલું જ અસરકારક સાબિત થઈ શકે છે.
પાચન સુધારે: જો તમને જમ્યા બાદ પેટમાં ભારેપણું, ગેસ કે અપચો થતો હોય તો જમ્યા બાદ 10 મિનિટ ધીમી ગતિએ વોક કરવાથી પાચન સુધરે છે. આનાથી ખોરાક ઝડપથી પચે છે અને બ્લોટિંગની સમસ્યા ઓછી થાય છે.
સારી ઊંઘ: રાત્રે જમ્યા બાદ થોડીવાર વોક કરવાથી શરીરનું સર્ક્યુલેશન સુધરે છે, પાચન ક્રિયા સરળ બને છે અને ઊંઘ પણ સારી આવે છે.
તો કયો સમય વધુ સારો?
ખરેખર, બંને સમયના પોતાના ફાયદા છે. તમારા હેલ્થ ગોલ અને લાઇફસ્ટાઇલ પ્રમાણે તમે નક્કી કરી શકો છો:
જો વજન ઓછો કરવાનો હોય તો સવારે ખાલી પેટે વોક કરો.
જો બ્લડ સુગરને કંટ્રોલ કરવાનો હોય અને પાચન સુધારવું હોય તો જમ્યા બાદ વોક કરો.
સૌથી અગત્યની વાત એ છે કે વોકિંગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો, ભલે તે ગમે તે સમયે હોય.











