ગ્લોઇંગ સ્કિન અને ફિટનેસ માટે શ્રેષ્ઠ છે બીટરૂટ અને ચિયા સીડ્સ, જાણો ઘરે બનાવવાની સરળ રીત

દરરોજ બીટરૂટ અને ચિયા સીડ્સનું જ્યુસ પીવાથી તમારી સ્કિન ચમકદાર બનશે, વજન ઘટશે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરશે. આ હેલ્ધી ડ્રિંક ઘરે બનાવવાની સરળ અને ઝડપી રીત જાણો.

અમદાવાદ, સોમવાર
આજના સમયમાં દરેક વ્યક્તિ હેલ્ધી અને ફિટ રહેવા માંગે છે. જો તમે પણ તમારા દિવસની શરૂઆત એક એવા હેલ્ધી ડ્રિંકથી કરવા ઈચ્છો છો જે તમારા શરીરને ડિટોક્સ કરે, એનર્જી આપે અને મેટાબોલિઝમ વધારે, તો બીટરૂટ અને ચિયા સીડ્સનું જ્યુસ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

આ ડ્રિંક માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી કરતું, પરંતુ પાચનક્રિયા સુધારે છે અને તમારી સ્કિનને નેચરલ ગ્લો પણ આપે છે. બીટરૂટમાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલા નાઈટ્રેટ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને હૃદયને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

બીજી તરફ, ચિયા સીડ્સ ફાઈબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી ઓવરઈટિંગથી બચી શકાય છે.

બીટરૂટ અને ચિયા સીડ્સ જ્યુસ પીવાના ફાયદા
વજન ઘટાડવામાં મદદરૂપ: ચિયા સીડ્સમાં ફાઈબર અને પ્રોટીન હોવાથી પેટ ભરેલું રહે છે. બીટરૂટ મેટાબોલિઝમ વધારે છે, જેનાથી ફેટ ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સુધારે: બીટરૂટમાં રહેલા નાઈટ્રેટ્સ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

સ્કિનને બનાવે ચમકદાર: બીટરૂટમાં રહેલા એન્ટીઑકિસડન્ટ સ્કિનને નુકસાન કરતા ફ્રી રેડિકલ્સથી રક્ષણ આપે છે. ચિયા સીડ્સ સ્કિનને અંદરથી હાઈડ્રેટ રાખે છે, જેથી સ્કિન નરમ અને ગ્લોઈંગ બને છે.

આ રીતે બનાવો હેલ્ધી ડ્રિંક
આ હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત ખૂબ જ સરળ છે. સૌથી પહેલા 1 ટેબલસ્પૂન ચિયા સીડ્સને થોડીવાર પાણીમાં પલાળી દો, જેથી તે ફૂલીને જેલ જેવા થઈ જાય. હવે 1 બીટરૂટને છોલીને નાના ટુકડા કરી લો અને તેને મિક્સરમાં પાણી સાથે પીસીને જ્યુસ બનાવી લો. આ જ્યુસમાં પલાળેલા ચિયા સીડ્સ મિક્સ કરી લો. તમારું હેલ્ધી ડ્રિંક તૈયાર છે! આ ડ્રિંક તમે દરરોજ સવારે ખાલી પેટે પી શકો છો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!