જન્માષ્ટમી 2025: દ્વારકામાં ભક્તિનો મહાસાગર, જગત મંદિર થયું રોશનીથી ઝગમગ

દ્વારકામાં જન્માષ્ટમી 2025ના ભવ્ય ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં છે. ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મદિવસની ઉજવણી માટે જગત મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. લાખો ભક્તોની ભીડ સાથે દ્વારકા ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે.

દ્વારકા, શુક્રવાર
આવતીકાલે જન્માષ્ટમી છે, ત્યારે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મદિવસ ઉજવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે દ્વારકામાં આવેલું સુપ્રસિદ્ધ દ્વારકાધીશનું જગત મંદિર ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે, જેના કારણે એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે.

જન્માષ્ટમીની ઉજવણી માટે લાખો ભક્તો દ્વારકા પહોંચી રહ્યા છે. ભક્તોનો આ ધસારો આજથી જ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસરમાં અને સમગ્ર દ્વારકા શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ભારે ઉત્સાહમાં છે. ઘણા ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થઈને રાસ-ગરબા રમી રહ્યા છે.

જન્મોત્સવની ખાસ તૈયારીઓ
જન્માષ્ટમી ઉત્સવને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મ દિવસ ઉજવાશે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓ કીર્તિસ્તંભથી પ્રવેશ કરશે અને છપ્પન સીડીના સ્વર્ગ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરી ભગવાનના દર્શન કરશે. દર્શન પૂર્ણ થયા બાદ તેઓ મોક્ષ દ્વારથી બહાર નીકળશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભક્તોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પૂરતી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે. દ્વારકામાં આ સમયે જાણે ભક્તિ અને ઉત્સવનો સંગમ થયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!