આંખોના હેલ્થ માટે સુપરફૂડ્સ: હવે ચશ્મા પહેરવાની નહીં પડે જરૂર!

શું તમે નાની ઉંમરે ચશ્માથી પરેશાન છો? જાણો આંખોને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે કયા ફૂડ્સ ખાવા જોઈએ. આ સરળ અને અસરકારક ટિપ્સથી તમારી આંખોની રોશની સુધારો.

અમદાવાદ, ગુરૂવાર
આજકાલ નાના બાળકોને પણ જાડા ચશ્મા પહેરવા પડે છે, જે એક ચિંતાનો વિષય છે. પહેલાના સમયમાં મોટી ઉંમરે નબળી પડતી આંખો હવે નાની ઉંમરમાં જ ખરાબ થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય ખોરાક અને હેલ્થી ડાયટ ફોલો કરીને આંખોની રોશની પાછી મેળવી શકાય છે? તમારા ડાયટમાં વિટામિન A, C, E અને ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા પોષક તત્વોનો સમાવેશ કરીને તમે તમારી આંખોને હેલ્ધી રાખી શકો છો. આ ઉપરાંત, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઑકિસડન્ટ્સ પણ આંખો માટે ખૂબ જરૂરી છે.

આ ફૂડ્સને તમારા ડાયટમાં સામેલ કરો:
1. ગાજર અને શક્કરિયા
ગાજર અને શક્કરિયામાં બીટા-કેરોટીન પુષ્કળ માત્રામાં હોય છે. આપણું શરીર આ બીટા-કેરોટીનને વિટામિન Aમાં રૂપાંતરિત કરે છે, જે નબળી દૃષ્ટિ સુધારવામાં મદદ કરે છે. જો તમને ઓછી દેખાય છે, તો આ બંનેનું નિયમિત સેવન કરવું જોઈએ.

2. લીલા પાંદડાવાળા શાકભાજી
પાલક અને અન્ય લીલા શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન ભરપૂર હોય છે. આ એન્ટીઑકિસડન્ટ્સ આંખો માટે કુદરતી સનબ્લોક તરીકે કામ કરે છે, જે આંખોને સૂર્યના હાનિકારક બ્લુ લાઈટથી બચાવે છે.

3. ફેટી ફિશ
સૅલ્મોન, ટુના અને મેકરેલ જેવી ફેટી ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. આ ઓમેગા-3 રેટિનાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તે ઉંમર-સંબંધિત મેક્યુલર ડીજનરેશન અને ડ્રાય આઈઝના રિસ્કને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

4. ખાટાં ફળો
નારંગી, દ્રાક્ષ, કીવી અને લીંબુ જેવા ખાટાં ફળો વિટામિન Cથી ભરપૂર હોય છે. આ એક પાવરફુલ એન્ટીઑકિસડન્ટ છે જે આંખોની હેલ્થ માટે ખૂબ જ સારો છે. વિટામિન C આંખોની રક્તવાહિનીઓને હેલ્ધી રાખે છે અને મોતિયાના જોખમને પણ ઘટાડી શકે છે.

5. નટ્સ અને સીડ્સ
બદામ, અખરોટ, અળસીના બીજ અને સૂર્યમુખીના બીજ જેવા નટ્સ અને સીડ્સ વિટામિન Eથી સમૃદ્ધ હોય છે. વિટામિન E પણ એક એન્ટીઑકિસડન્ટ છે, જે આંખોને ઉંમર-સંબંધિત નુકસાનથી બચાવે છે.

નિયમિતપણે આ ફૂડ્સનો તમારા ડાયટમાં સમાવેશ કરવાથી આંખોને હેલ્ધી રાખી શકાય છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો કદાચ ચશ્મામાંથી મુક્તિ પણ મળી શકે છે. યાદ રાખો, આંખોના સ્વાસ્થ્ય માટે સારું ડાયટ અને રેગ્યુલર ચેકઅપ બંને જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!