પ્રખ્યાત સંગીતકારોમાંના એક ચરણજીત આહુજાનું રવિવારે 74 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા

મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝ હજુ પ્લેબેક સિંગર ઝુબીન ગર્ગના અવસાનના આઘાતમાંથી બહાર આવ્યો નથી, અને વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઝુબીન પછી, પંજાબી વધુ એક દિગ્ગજ વ્યક્તિનું અવસાન થયું છે. પંજાબી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝના સૌથી પ્રખ્યાત સંગીતકારોમાંના એક ચરણજીત આહુજાનું રવિવારે 74 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે ચંદીગઢના પીજીઆઈમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી પંજાબી સંગીત ઉદ્યોગને ઊંડો આઘાત લાગ્યો છે.
મુખ્યમંત્રી ભગવંત માનએ શોક વ્યક્ત કર્યો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શોક વ્યક્ત કર્યો. ઇન્સ્ટાગ્રામ પર ચરણજીત આહુજાનો ફોટો શેર કરતા ભગવંત માનએ લખ્યું, “સંગીત સમ્રાટ ઉસ્તાદ ચરણજીત આહુજા સાહેબનું નિધન સંગીત ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમણે બનાવેલા સૂર હંમેશા પંજાબીઓના હૃદયમાં રાજ કરશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.” ભગવાન તેમના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે.











