ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ ફાઇનલ પછી મેચ એવોર્ડ સમારોહ દરમિયાન વિજેતા ટીમને ટ્રોફી ન સોંપવાના મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો હતો.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની તાજેતરની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ ફાઇનલ પછી મેચ એવોર્ડ સમારોહ દરમિયાન વિજેતા ટીમને ટ્રોફી ન સોંપવાના મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના માટે BCCIએ ACC અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પ્રમુખ મોહસિન નકવીની કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
BCCIનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બેઠકમાં મોહસિન નકવીને સીધો સવાલ પૂછ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “વિજેતા ટીમને ટ્રોફી કેમ આપવામાં ન આવી? આ ACCની ટ્રોફી છે, તે કોઈ એક વ્યક્તિની ખાનગી સંપત્તિ નથી. તેને નિયમ મુજબ ઔપચારિક રીતે વિજેતા ટીમને સોંપવી જોઈતી હતી.”
રાજીવ શુક્લાએ આ સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો અને ACCને તાત્કાલિક આ મુદ્દાનો ઉકેલ લાવવા તથા ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. BCCI દ્વારા આ રીતે સીધા પ્રશ્નો પૂછીને ACC ચેરમેનના વર્તનની નિંદા કરવામાં આવી હતી, જે એશિયન ક્રિકેટમાં એક મોટો વિવાદ બની ગયો છે.











