તાજેતરમાં દુબઈમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બોર્ડ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો.

તાજેતરમાં દુબઈમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બોર્ડ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો.
વ 28 સપ્ટેમ્બરના રોજ રમાયેલી એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને નવમું ટાઇટલ જીત્યું હતું. જોકે, મેચ પછી ટ્રોફી વિતરણ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથમાંથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઘટના બાદ નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા અને આ મામલો ત્યારથી અટવાયેલો છે.
ICCમાં ફરિયાદ: સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCIએ ICCની બેઠકમાં આ મુદ્દો સત્તાવાર રીતે ઉઠાવ્યો હતો. ICC બોર્ડના સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને વિશ્વ ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમણે પરસ્પર સમજૂતીથી આ મામલો ઉકેલવો જોઈએ.
કમિટીની રચના: આ વિવાદને ઝડપથી ઉકેલવા માટે ICC દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ટૂંક સમયમાં જ સમાધાન પર કામ કરશે, જેથી એશિયા કપની ટ્રોફી સન્માન સાથે ભારતીય ટીમને સોંપી શકાય.આ બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય લેવાયો હતો કે 2029નો મહિલા વન-ડે વર્લ્ડ કપ હવે 8ને બદલે 10 ટીમો સાથે રમાશે.











