ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડધારકોને મોટો ઝટકો: NFS કાર્ડ થશે રદ, જાણો શું છે કારણ

ગુજરાતમાં 55 લાખ NFS રેશનકાર્ડધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. ઇન્કમટેક્સની મર્યાદામાં આવતા હોવા છતાં અનાજ લેનારા આ લોકોના કાર્ડ હવે સામાન્ય કાર્ડમાં ફેરવાશે. જાણો આ સમગ્ર મામલો શું છે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં 55 લાખ જેટલા નેશનલ ફૂડ સિક્યોરિટી (NFS) રેશનકાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાના આધારે, ગુજરાત સરકારના પુરવઠા વિભાગે આવા કાર્ડધારકોને નોટિસ પાઠવવાનું શરૂ કર્યું છે. આ નોટિસનો મુખ્ય કારણ એ છે કે આ લોકો ઇન્કમટેક્સની મર્યાદામાં આવતા હોવા છતાં રેશનકાર્ડ પર સબસિડીવાળું અનાજ મેળવી રહ્યા હતા.

આધાર અને પાનકાર્ડના ડેટાનો ઉપયોગ
આ સમગ્ર પ્રક્રિયામાં ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ સાથે લિંક થયેલા આધાર કાર્ડ અને પાનકાર્ડના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડેટાના વિશ્લેષણ બાદ એવું જાણવા મળ્યું કે 55 લાખથી વધુ લોકો ઇન્કમટેક્સ ભરે છે, તેમ છતાં તેઓ NFS હેઠળ મફત અથવા સબસિડીવાળું અનાજ લઈ રહ્યા હતા, જે નિયમ વિરુદ્ધ છે.

આ ડેટા ગુજરાત સરકારને મળ્યા પછી, જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા આવા તમામ 55 લાખ રેશનકાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હવેથી તેઓ NFS યોજના હેઠળ મળવાપાત્ર અનાજનો લાભ લઈ શકશે નહીં.

NFS કાર્ડનું સામાન્ય કાર્ડમાં રૂપાંતરણ
મળતી માહિતી મુજબ આ 55 લાખ NFS રેશનકાર્ડને હવે સામાન્ય રેશનકાર્ડમાં ફેરવી દેવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે આ કાર્ડધારકોને હવે રેશનકાર્ડ પર કોઈ પણ પ્રકારનું અનાજ મળશે નહીં. આ પગલાથી સરકારને સબસિડીના ભારણમાંથી રાહત મળશે અને સાચા જરૂરિયાતમંદ લોકોને જ લાભ મળી શકશે. આ મામલે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ નિર્ણયથી લાંબા સમયથી ગેરલાભ લેતા લોકોને ઝટકો લાગશે અને સરકારી યોજનાઓમાં પારદર્શિતા આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!