અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો મોટો ખુલાસો. 42 દિવસમાં 70 વાર ચોરી થતા SIT એ 8 લોકોની ધરપકડ કરી. ચંપત રાય અને અનિલ મિશ્રાાએ રાજીનામું આપ્યું. જાણો સમગ્ર અહેવાલ.

અયોધ્યા, શુક્રવાર
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો કરોડો રૂપિયાનું દાન આપે છે, પરંતુ આ પવિત્ર સ્થળે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં મોટી ચોરી થઈ હોવાનો પર્દાફાશ થયો છે. માત્ર 42 દિવસની અંદર 70 વખત ચોરીની ઘટના બની છે. આ ગંભીર મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જેના પછી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
CCTV ફૂટેજમાં થયો મોટો ખુલાસો
જ્યારે દાનમાં ગોટાળો થતો હોવાની શંકા ગઈ, ત્યારે SIT એ 27 એપ્રિલથી 5 જૂન સુધીના CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરી. આ તપાસમાં દાનપેટી અને રોકડની ગણતરીમાં મોટો હાથફેરો થયો હોવાના પાક્કા પુરાવા મળી આવ્યા. ભેટ અને રોકડ ગણતરીના રૂમમાં મેનેજમેન્ટની ગંભીર ખામીઓ ખુલ્લી પડી છે.
વહીવટી અને સુરક્ષા ખામીઓ
નબળી સિસ્ટમ: રોકડ ગણતરીનો રેકોર્ડ સાચવવાની કોઈ યોગ્ય વ્યવસ્થા જ ન હતી. આંતરિક સિસ્ટમ સાવ નબળી જોવા મળી.
CCTVનો અભાવ: દાનની વ્યવસ્થા અને ગણતરીના સ્થળો પર પૂરતું CCTV કવરેજ ન હતું.
કાગળ પર સુરક્ષા: 2022થી 2025 સુધીના આંતરિક ઓડિટ રિપોર્ટમાં એ વાત સામે આવી કે મંદિરના સુરક્ષા પ્રોટોકોલ માત્ર કાગળ પર જ સીમિત હતા.
જવાબદારીનો અભાવ: સુપરવાઈઝર લેવલના અધિકારીઓની કોઈ ચોક્કસ જવાબદારીઓ નક્કી કરવામાં આવી ન હતી.
ટ્રસ્ટના મોટા માથાઓના રાજીનામા
SIT તપાસનો અહેવાલ આવતા જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ખળભળાટ મચી ગયો છે. નૈતિક જવાબદારી સ્વીકારીને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અન્ય એક મુખ્ય સભ્ય અનિલ મિશ્રાાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાથી રામ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
8 આરોપીઓ જેલના સળિયા પાછળ
SIT દ્વારા આ કૌભાંડમાં સામેલ 8 લોકોના નામ જોગ FIR નોંધવામાં આવી છે અને તમામની ધરપકડ કરી લેવાઈ છે. પકડાયેલા આરોપીઓમાં ચંપત રાયના નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવ, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડેય, લવકુશ મિશ્રાા, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને મનીષ યાદવનો સમાવેશ થાય છે.
આ તમામ આરોપીઓ સામે ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર રચવા જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ SIT એ સ્પષ્ટ કર્યું છે કે મીડિયામાં દાનને લઈને ચાલતી અમુક અન્ય વાતો માત્ર અફવા અને પાયાવિહોણી છે. આ ઘટના બાદ હવે રામ મંદિરની સુરક્ષા અને દાન ગણતરીની સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.











