અમદાવાદમાં કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 56-27થી હરાવ્યું. મહિલા અને પુરુષ બંને ટીમ ફાઇનલમાં પહોંચી

અમદાવાદના નારાયણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

અમદાવાદના નારાયણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 56-27ના મોટા અંતરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

આ રોમાંચક મેચ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટેડિયમમાં બેસીને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો નિહાળ્યો હતો. સાથે જ ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

હર્ષ સંઘવીના હસ્તે બાંગ્લાદેશની ટીમનું સન્માન

મેચ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશની ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દાખવી પોતાની સફર પૂર્ણ કરનારી બાંગ્લાદેશી ટીમને હર્ષ સંઘવીના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યાં હતાં.

ભારતની પુરુષ ટીમે બાંગ્લાદેશને 56-27થી હરાવ્યું

સેમિફાઇનલમાં ભારતીય પુરુષ ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓના સંકલિત પ્રયાસોના કારણે ભારતે 56-27ના સ્કોરથી બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ભારતીય મહિલા ટીમ પણ ફાઇનલમાં પહોંચી

આ ચેમ્પિયનશિપમાં ભારત માટે વધુ એક ગૌરવની વાત એ છે કે ભારતીય મહિલા કબડ્ડી ટીમ પણ અગાઉ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. આમ, કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતની મહિલા અને પુરુષ બંને ટીમોએ ફાઇનલમાં સ્થાન મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે.અમદાવાદમાં યોજાતી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાને કારણે શહેરમાં કબડ્ડીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!