દિલ્હી બ્લાસ્ટ: આપના સંજય સિંહે ગણાવ્યો ‘આતંકી હુમલો’, સીધો પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

દિલ્હી પોલીસે હજી સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ સ્પષ્ટ કર્યું ન હોવા છતાં, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે તેને સીધો આતંકી હુમલો ગણાવ્યો છે.

સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટને લઈને રાજકારણ ગરમાયું છે. દિલ્હી પોલીસે હજી સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ સ્પષ્ટ કર્યું ન હોવા છતાં, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે તેને સીધો આતંકી હુમલો ગણાવ્યો છે.

સંજય સિંહે આ હુમલા માટે સીધો પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું કે, “આવી ઘટિયા હરકત પાકિસ્તાન જ કરી શકે છે.” તેમણે વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, “પીએમ મોદીએ સીઝફાયર કરીને પાકિસ્તાની દરિંદોનું મનોબળ વધારી દીધું છે.” સંજય સિંહે માંગ કરી છે કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમણે ચેતવણી આપી કે દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત નથી.

જોકે, સુરક્ષા એજન્સીઓ (NIA, NSG) અને દિલ્હી પોલીસ હાલમાં ઘટનાના દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!