પશ્ચિમ રેલવેએ દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર 3 તહેવારોની સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. જાણો સમય, તારીખ, રૂટ અને બુકિંગની વિગતો.

અમદાવાદ, મંગળવાર
દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સિઝનમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વેકેશનમાં પ્રવાસ કરતા લોકોની સુવિધા માટે મુંબઈ, ગુજરાત અને ઉત્તર ભારતના મુખ્ય સ્થળોને જોડતી કુલ 3 જોડી તહેવારોની વિશેષ ટ્રેનો દોડાવાનો નિર્ણય લેવાયો છે. આ સ્પેશિયલ ટ્રેનો ખાસ ભાડા પર ચલાવવામાં આવશે, જેની ટિકિટ બુકિંગ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે.
જાણો કઈ કઈ સ્પેશિયલ ટ્રેનો દોડશે અને તેની વિગતો:
1. મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી (દિલ્હી) AC સુપરફાસ્ટ સ્પેશિયલ (92 ટ્રિપ્સ)
વિગત ટ્રેન નં. 09003 મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી ટ્રેન નં. 09004 શકુર બસ્તી-મુંબઈ સેન્ટ્રલ
ચાલવાની તારીખ- 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2025 સુધી 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2025 સુધી
સમય (ઉપડવાનો)- દરરોજ સવારે 10:30 વાગ્યે દરરોજ સવારે 10:15 વાગ્યે
સમય (પહોંચવાનો)- બીજા દિવસે સવારે 08:00 વાગ્યે બીજા દિવસે સવારે 10:30 વાગ્યે
મુખ્ય સ્ટેશન- બોરીવલી, સુરત, વડોદરા, કોટા, મથુરા, દિલ્હી સફદરજંગ
કોચ- AC-3 ટાયર
2. બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (10 ટ્રિપ્સ)
વિગત ટ્રેન નં. 09471 બાંદ્રા-ગાંધીધામ ટ્રેન નં. 09472 ગાંધીધામ-બાંદ્રા
ચાલવાની તારીખ- 14 ઓક્ટોબરથી 11 નવેમ્બર, 2025 સુધી (દર મંગળવારે) 13 ઓક્ટોબરથી 10 નવેમ્બર, 2025 સુધી (દર સોમવારે)
સમય (ઉપડવાનો)- બપોરે 12:30 વાગ્યે રાત્રે 20:20 વાગ્યે
સમય (પહોંચવાનો)- બીજા દિવસે 01:30 વાગ્યે બીજા દિવસે સવારે 09:45 વાગ્યે
મુખ્ય સ્ટેશન- વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સામખિયાળી
કોચ- AC-2 ટાયર, AC-3 ટાયર, સ્લીપર અને જનરલ
3. સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક AC સ્પેશિયલ (28 ટ્રિપ્સ)
વિગત ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી
ચાલવાની તારીખ- 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2025 સુધી (બુધવાર, શનિવાર) 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2025 સુધી (ગુરુવાર, રવિવાર)
સમય (ઉપડવાનો)- સવારે 08:50 કલાકે રાત્રે 21:40 વાગ્યે
સમય (પહોંચવાનો)- બીજા દિવસે 05:30 કલાકે બીજા દિવસે રાત્રે 21:30 વાગ્યે
મુખ્ય સ્ટેશન- મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી જં., મેરઠ, રૂરકી
કોચ- AC-3 ટાયર
બુકિંગ ક્યારે શરૂ થશે?
ટ્રેન નંબર 09003, 09471, 09472 અને 09425 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ જશે. મુસાફરો આ ટ્રેનોની ટિકિટ તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે. ટ્રેનના સ્ટોપેજ, કોચ અને સમય વિશેની વધુ વિગતવાર માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in પરથી મળી શકશે.











