ઘરમાં તૂટેલા અને જૂના ફોન ન રાખો : વાસ્તુ મુજબ લાવે છે નકારાત્મક ઊર્જા

જો તમારા ઘરમાં જૂનો ફોન છે, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દો : ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે

ઘરમાં તૂટેલા અને જૂના ફોન ન રાખો

અમદાવાદ, શનિવાર : વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં જૂના કે બંધ ફોન રાખવા જોઈએ કે નહીં? જાણો કેવી રીતે આ વસ્તુઓ ઘરની ઊર્જા પર નકારાત્મક અસર કરે છે અને શા માટે સમયસર દૂર કરવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જૂના અને નકામા ફોન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ ઉર્જા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે. સાથે અનેક ગેરફાયદા જૂના મોબાઈલ રાખવાના છે.

ઘણીવાર લોકોને પોતાના જૂના અને નકામા ફોનને સંભાળવાની આદત હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં જૂના, નકામા અને બંધ ફોન રાખવા શુભ નથી. જો તમારા ઘરમાં જૂનો ફોન છે, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. ઘરમાં જૂની, નકામી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ, બધી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!