સરકાર દ્વારા કાર પર GST ઘટાડ્યા બાદ, ટાટા મોટર્સે પણ વાહનોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે ટાટા કાર 1.50 લાખ રૂપિયા સુધી સસ્તી થશે

સરકાર દ્વારા કાર પર GST ઘટાડ્યા બાદ, ટાટા મોટર્સે પણ વાહનોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે ટાટા કાર 1.50 લાખ રૂપિયા સુધી સસ્તી થશે. GST ઘટાડાની સૌથી મોટી અસર કંપનીના સૌથી વધુ વેચાતા મોડેલ ટાટા નેક્સન પર પડશે. તેની કિંમતમાં લગભગ 1.55 લાખ રૂપિયાનો ઘટાડો થશે. નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
કંપનીએ કહ્યું કે પેસેન્જર વાહનોની કિંમત ઘટાડવાનો આ નિર્ણય ગ્રાહકોને GSTમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ આપવા માટે લેવામાં આવ્યો છે. એટલે કે, હવે ટાટા કાર 22 સપ્ટેમ્બરથી ₹75,000 થી ₹1.45 લાખ સુધી સસ્તી થશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના MD શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીના વિઝન, નાણામંત્રીની ઇચ્છા અને અમારા ગ્રાહક પ્રથમ વિચારણા મુજબ, ટાટા મોટર્સ ગ્રાહકોને GSTમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ આપશે.
ભારતની GST કાઉન્સિલે 3 સપ્ટેમ્બર 2025 ના રોજ વાહનો પરના કર ઘટાડવાનો નિર્ણય લીધો હતો. તેનો ઉદ્દેશ્ય ઓટો ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને પહેલી વાર કાર ખરીદનારાઓને રાહત આપવાનો છે. ટાટા મોટર્સે નાના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર GST 22% થી ઘટાડીને 18% કર્યો છે. નાના પેટ્રોલ વાહનની એન્જિન ક્ષમતા 1200cc અને લંબાઈ 4000 mm સુધી મર્યાદિત છે અને નાના ડીઝલ વાહનોની એન્જિન ક્ષમતા 1500cc સુધી અને લંબાઈ 4000 mm સુધી છે. આ ઉપરાંત, ટાટાએ એવા વાહનો પર 40% GST લાદવાનો નિર્ણય લીધો છે જે નાની કારની શ્રેણીમાં આવતા નથી. આનાથી મોટા વાહનો પણ સસ્તા થશે, કારણ કે અત્યાર સુધી GST અને સેસને જોડીને આ મોટા અને લક્ઝરી વાહનો પર 40 થી 50 ટકા સુધી ટેક્સ લાગતો હતો.











