બદામ અને દૂધ બંનેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન E અને ફાઇબર ભરપૂર હોય છે : દૂધમાં પલાળેલી બદામને સવારે ખાવાની ટેવ શરીર માટે ઘણાં લાભદાયી સાબિત થઈ શકે છે
અમદાવાદ, સોમવાર : હાડકાંની મજબૂતી માટે આપણે નાના પણેથી દૂધ પીતા આવ્યા છીએ, પરંતુ જો દૂધ સાથે બદામનો પણ સમાવેશ કરવામાં આવે, તો તેનું પોષણ વધુ ગુણવત્તાવાળું બની જાય છે. બદામ અને દૂધ બંનેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન E અને ફાઇબર ભરપૂર હોય છે, જે હાડકાંને લોખંડ જેવાં મજબૂત બનાવે છે. દૂધમાં પલાળેલી બદામને સવારે ખાવાની ટેવ શરીર માટે ઘણાં લાભદાયી સાબિત થઈ શકે છે. તે માત્ર હાડકાં જ નહીં, પરંતુ પાચનતંત્ર, હૃદય, ઊર્જા સ્તર અને વજન નિયંત્રણ માટે પણ અસરકારક છે.
હાડકાની મજબૂતીની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં સૌથી પહેલાં દૂધનું નામ આવે છે. માતા-પિતા બાળપણથી જ બાળકોના હાડકા મજબૂત કરવા માટે તેમને દૂધ પીવડાવે છે. કારણકે દૂધ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા આવશ્યક બહુ-પોષક તત્ત્વો મોટી માત્રામાં જોવા મળે છે. દૂધ પીવાથી નબળા હાડકા મજબૂત બને છે. દૂધ એક સુપરફૂડ છે, પરંતુ જો તેમાં બદામ ઉમેરવામાં આવે તો તે હાડકાઓને લોખંડ જેવાં મજબૂત કરી શકે છે કારણકે બદામમાં વિટામિન ઈ, કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્ત્વો હોય છે. બદામને આખી રાત દૂધમાં પલાડી રાખી સવારે ખાવામાં આવેતો તે હાડકાને મજબૂત બનાવાની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
ડાયજેશન બૂસ્ટર
જો રાત્રે દૂધમાં પલાળેલી બદામને સવારે ખાવામાં આવે તો તે શરીરના પાચનતંત્રને સુધારે છે.
એનર્જી બૂસ્ટર
દૂધમાં પલાળવાથી બદામમાં હાજર પોષક તત્ત્વોનું સ્તર વધી જાય છે. આવી સ્થિતિમાં, દૂધ અને બદામને અલગ-અલગ ખાવાથી શરીરને વધારે ઊર્જા મળે છે.
હૃદયનું સ્વાસ્થ્ય વધે છે
દૂધ અને બદામનું સંયોજન હૃદયને પણ સ્વસ્થ બનાવે છે. બદામમાં હાજર ફાઇબર અને ચરબી જ્યારે દૂધના પોષક તત્ત્વો સાથે મળે છે, ત્યારે હૃદય સારી રીતે કામ કરે છે.
વજન ઘટાડવામાં મદદગાર
બદામ વજન ઓછું કરવા માટે એક સ્વસ્થ નાસ્તો માનવામાં આવે છે. તેમાં પ્રોટીનની માત્રા વધુ અને કેલરી ખૂબ ઓછી હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે તેને દૂધમાં પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
હાડકાઓની મજબૂતી
બદામ અને દૂધ બંનેમાં કેલ્શિયમ નોંધપાત્ર માત્રામાં જોવા મળે છે, બંનેને એકસાથે ખાવાથી તમને ભરપૂર ફાયદો મળી શકે છે.











