અદિયાલા જેલ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન તબીબી તપાસ બાદ પરત જેલમાં

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ શિફા હોસ્પિટલમાં ૬ ડૉક્ટરોની ટીમ દ્વારા તબીબી તપાસ કરાવીને અદિયાલા જેલમાં પરત મોકલી દેવાયા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનને ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવ્યા બાદ પુનઃ રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો બાદ ગુરુવારે મોડી રાત્રે તેમને ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમે તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરી હતી.

6 સભ્યોની ડૉક્ટર્સ ટીમ દ્વારા સ્વાસ્થ્યની સઘન તપાસ

  • હોસ્પિટલ તપાસ: જેલવાસ ભોગવી રહેલા ઇમરાન ખાનની તબિયતને લઈને ઉઠતી ચિંતાઓના પગલે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

  • વિશેષ તબીબી ટીમ: હોસ્પિટલમાં ૬ સભ્યોની નિષ્ણાત ડૉક્ટરોની ટીમે તેમની સઘન તબીબી તપાસ કરી હતી. તમામ રિપોર્ટ્સ અને સ્વાસ્થ્ય મૂલ્યાંકન બાદ તેમને સુરક્ષિત રીતે અદિયાલા જેલમાં પરત લાવવામાં આવ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!