6G ટેકનોલોજીમાં ભારતનો દબદબો: 2030 સુધીમાં ગ્લોબલ લીડર બનવાનું લક્ષ્ય

આ નવી પાર્ટનરશીપ 6G ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને એક મોટો ખેલાડી બનાવવામાં મદદ કરશે. આનાથી રિસર્ચમાં ગતિ આવશે, ટેકનોલોજીના ડેવલપમેન્ટમાં ઝડપ આવશે અને અંતે દેશના નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

નવી દિલ્હી, મંગળવાર
5G ટેકનોલોજીના સફળ અમલીકરણ બાદ હવે ભારત 6G ટેકનોલોજીમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે તૈયાર છે. આ દિશામાં એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારતમાં 6Gના ડેવલપમેન્ટને વેગ આપવા માટે TSDSI અને ભારત 6G એલાયન્સ વચ્ચે પાર્ટનરશીપ કરવામાં આવી છે. આ બંને સંસ્થાઓ હવે સાથે મળીને 6G માટે સ્ટાન્ડર્ડ્સ તૈયાર કરશે અને ભારતને 2030 સુધીમાં આ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવા માટે કામ કરશે.

શું છે આ પાર્ટનરશીપનો હેતુ?
આ પાર્ટનરશીપનો મુખ્ય હેતુ ભારતમાં 6G ટેકનોલોજીના રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. TSDSI અને B6GA સાથે મળીને એકબીજાના રિસોર્સિસનો ઉપયોગ કરશે, જેથી દેશની 6G અને ફ્યુચર ટેકનોલોજીની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.

TSDSIના ડાયરેક્ટર-જનરલ, એ.કે. મિત્તલના જણાવ્યા અનુસાર, આ પાર્ટનરશીપ બંને સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં સંકલન લાવશે. આનાથી રિસર્ચ અને ડેવલપમેન્ટના પરિણામો વધુ અસરકારક બનશે અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સના ડેવલપમેન્ટમાં પણ ભારતનું યોગદાન વધશે. ભારત 6G એલાયન્સના ડાયરેક્ટર-જનરલ, રાજેશ કુમાર પાઠકે જણાવ્યું કે આ સહયોગથી ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ડેવલપ કરવાની પ્રક્રિયામાં ભારતની ભાગીદારી વધુ મજબૂત થશે, જે 6G વિઝનને સાકાર કરવા માટે અત્યંત જરૂરી છે.

2030 સુધીમાં 6G ટેકનોલોજીમાં ભારત ટોચ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2023માં ‘ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ’ રજૂ કર્યું હતું. આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતમાં 6G નેટવર્કને ડિઝાઇન, ડેવલપ અને ડિપ્લોય કરવાનો છે. આ વિઝનને સાકાર કરવા માટે ભારત 6G એલાયન્સની રચના કરવામાં આવી હતી, જેમાં દેશના વિવિધ ઉદ્યોગો, શિક્ષણવિદો, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન્સનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!