૧ ઓક્ટોબરથી LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે નવો અને કડક નિયમ લાગુ કરાયો છે. હવે ગ્રાહકોએ સિલિન્ડર મેળવતી વખતે મોબાઈલ પર આવેલો OTP આપવો ફરજિયાત બનશે.

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા અને દૈનિક વ્યવહારો સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર રાંધણ ગેસ (LPG) સિલિન્ડરની ડિલિવરીને લઈને કરવામાં આવ્યો છે. ૧લી ઓક્ટોબરથી ગેસ સિલિન્ડર મેળવવાની પ્રક્રિયા વધુ કડક અને સુરક્ષિત બની ગઈ છે.
નવા નિયમની મુખ્ય વિગતો અને પ્રક્રિયા
-
OTP વેરિફિકેશન ફરજિયાત: અગાઉ સિલિન્ડરની ડિલિવરી કોઈપણ જાતના OTP વિના સીધી જ થઈ જતી હતી, પરંતુ હવેથી ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જ્યારે ગ્રાહક સિલિન્ડરની ડિલિવરી મેળવશે ત્યારે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર એક OTP આવશે, જે ડિલિવરી બોયને આપવો ફરજિયાત રહેશે.
-
ડિલિવરીમાં પડી શકે છે મુશ્કેલી: જો ગ્રાહક પાસે OTP નહીં હોય અથવા તેમનો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં અપડેટ નહીં હોય, તો ૧લી ઓક્ટોબરથી સિલિન્ડર મેળવવામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
-
પ્રક્રિયા વધુ કડક બનાવવાનો હેતુ: સિલિન્ડરની બ્લેક માર્કેટિંગ અટકાવવા અને સાચા ગ્રાહક સુધી જ સબસિડીવાળો સિલિન્ડર પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ઓઈલ કંપનીઓ દ્વારા આ OTP સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.











