રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇરાકમાંથી તમામ અમેરિકી સૈનિકો પરત ફરી રહ્યા છે. આ સાથે જ ISIS વિરુદ્ધનું ૨૦૨૪ ના કરાર મુજબનું ‘ઓપરેશન ઇન્હેરન્ટ રિઝોલ્વ’ ઔપચારિક રીતે સમાપ્ત થઈ ગયું છે.

અમેરિકાએ ઇરાકમાં તૈનાત પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવી લીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ઇરાકમાંથી છેલ્લો અમેરિકી સૈનિક પણ સ્વદેશ પરત ફરી રહ્યો છે, જેની સાથે જ ઇરાકમાં અમેરિકી સૈન્યની હાજરીનો અધ્યાય હવે ઇતિહાસ બની ગયો છે.
સૈન્ય વાપસી અને ઓપરેશનની મુખ્ય વિગતો
-
ઓપરેશન ઇન્હેરન્ટ રિઝોલ્વ પૂરું થયું: અમેરિકી સેનાએ પુષ્ટિ કરી છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) વિરુદ્ધ ચલાવવામાં આવતું ‘ઓપરેશન ઇન્હેરન્ટ રિઝોલ્વ’ સત્તાવાર રીતે સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.
-
૨૦૨૪ ના કરાર મુજબ વાપસી: ઇરાકમાંથી અમેરિકન સૈનિકોની આ સંપૂર્ણ વાપસી વર્ષ ૨૦૨૪ માં અમેરિકા અને ઇરાક વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારના ભાગરૂપે કરવામાં આવી છે.
-
ટ્રમ્પનું નિવેદન (‘અમેરિકા માટે મહાન દિવસ’): ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ (Truth) પર પોસ્ટ કરતા જણાવ્યું કે, જૂના અને ખોટા નિર્ણયોએ અમેરિકાને આ દળદળમાં ધકેલ્યું હતું, પરંતુ હવે સૈન્ય પરત ફરી રહ્યું છે અને આજનો દિવસ અમેરિકા માટે એક મહાન દિવસ છે.











