ગુજરાત હાઇકોર્ટ આપ્યો મોટો નિર્ણય, ઈકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો!

ગુજરાત હાઈકોર્ટે નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવા તેમજ નાવિકો માટે લાયસન્સ ફરજિયાત બનાવવાનો કડક આદેશ આપ્યો છે, જેના પગલે GPCB એ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના જાણીતા પ્રકૃતિધામો નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યના પર્યાવરણને બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક અને કડક આદેશ આપ્યો છે. જનહિતની અરજી (PIL) પર સુનાવણી કરતા કોર્ટે આ ઈકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના મુખ્ય નિર્દેશો અને નિયમો:
પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ: આ બંને અભ્યારણ્યોમાં હવે પ્લાસ્ટિકના કચરાનો પ્રવેશ વર્જિત રહેશે. પ્રવાસીઓને સ્ટીલની બોટલનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

પક્ષીઓના સ્વાસ્થ્યની સુરક્ષા: પ્રવાસીઓ દ્વારા પક્ષીઓને અપાતા બહારના ખોરાક પર કોર્ટે લાલ આંખ કરી છે. ખાણીપીણીની પ્રવૃત્તિઓને આ ઝોનથી દૂર રાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

નાવિકો માટે નિયમ: સરોવરોમાં બોટિંગ કરાવતા નાવિકો માટે હવે License લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી પ્રવાસનને વધુ સુરક્ષિત અને નિયંત્રિત બનાવી શકાય.

તંત્રની કાર્યવાહી:
કોર્ટના આદેશ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને સરકારી તંત્રો એક્શન મોડમાં આવી ગયા છે:

ઔદ્યોગિક એકમો પર તવાઈ: થોળ અભ્યારણ્યની આસપાસ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ ફટકારી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વ્યાપક નીતિ: રાજ્ય સરકાર આ અંગે એક વ્યાપક પોલિસી તૈયાર કરી રહી છે અને હાઈકોર્ટના નિર્દેશો મુજબ કામગીરી કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના પણ કરવામાં આવી છે.આ નિર્ણયથી પક્ષીઓની પ્રજાતિઓ અને ત્યાંની કુદરતી સુંદરતાની લાંબાગાળાની જાળવણી શક્ય બનશે. પર્યટકોએ હવે આ સ્થળોની મુલાકાત દરમિયાન પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું પણ પાલન કરવું પડશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!