ઝુબિન ગર્ગના મોત કેસમાં નવો વળાંક, સાથીએ કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો, ઝેર આપવામાં આવ્યું

આ કેસના મુખ્ય સાક્ષી અને બેન્ડ સભ્ય શેખર જ્યોતિ ગોસ્વામીએ બે વ્યક્તિઓ – સિદ્ધાર્થ શર્મા અને શ્યામકાનુ મહંત પર ગર્ગને ઝેર આપવાનો આરોપ મૂક્યો છે

અસમ અને ઉત્તર-પૂર્વના લોકપ્રિય ગાયક ઝુબિન ગર્ગના મોતના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. તેમના બેન્ડના એક સાથીએ ગર્ગને ઝેર આપીને હત્યા કરવામાં આવી હોવાના અને ત્યાર બાદ આ કેસ પર પડદો પાડવાના ષડયંત્રના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે.

અહેવાલ મુજબ, આ કેસના મુખ્ય સાક્ષી અને બેન્ડ સભ્ય શેખર જ્યોતિ ગોસ્વામીએ બે વ્યક્તિઓ – સિદ્ધાર્થ શર્મા અને શ્યામકાનુ મહંત પર ગર્ગને ઝેર આપવાનો આરોપ મૂક્યો છે. ગોસ્વામીએ SIT સમક્ષ દાવો કર્યો કે આ હત્યાને છુપાવવા અને મોતને અકસ્માતનું રૂપ આપવા માટે વિદેશનું સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું.

ગોસ્વામીના જણાવ્યા અનુસાર, સિંગાપોરમાતેમણે સિદ્ધાર્થ શર્માને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં જોયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે ઝુબિન ગર્ગ પાણીમાં ડૂબી રહ્યા હતા અને તેમના મોં તથા નાકમાંથી ફેણ નીકળી રહી હતી (ઝેરના ગંભીર લક્ષણો), ત્યારે શર્મા કથિત રીતે “જાબો દે, જાબો દે” (તેને જવા દો) તેમ ચીસો પાડી રહ્યા હતા.

ગોસ્વામીએ આરોપ લગાવ્યો કે શર્માએ ગંભીર લક્ષણોને માત્ર “એસિડ રિફ્લક્સ” સમજીને તાત્કાલિક તબીબી સહાય ન આપી, જેના કારણે ઝુબિનનું મોત વહેલું થયું. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરી છે, જેમને અદાલતે ૧૪ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!