‘OMG 2’ નો ઓરિજિનલ આઈડિયા મારો હતો, અક્ષયે ક્રેડિટ ન આપી! પરેશ રાવલના ચોંકાવનારા ખુલાસા

પરેશ રાવલે ખુલાસો કર્યો છે કે ‘OMG 2’ ફિલ્મનો મૂળ વિચાર ધાર્મિક નહીં પણ પિતા-પુત્રના સંબંધો પર આધારિત હતો, અને અક્ષય કુમારના જોડાણ બાદ ફિલ્મને નવો વળાંક મળતા વિવાદ સર્જાયો.

બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે વર્ષ 2023માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ નો મૂળ વિચાર (Original Idea) તેમનો હતો. પરેશ રાવલના જણાવ્યા અનુસાર, જો ફિલ્મ તેના મૂળ આઈડિયા મુજબ બની હોત, તો રિલીઝ પહેલા જે વિવાદોનો સામનો કરવો પડ્યો હતો તે ન થયા હોત.

શું હતો ઓરિજિનલ આઈડિયા?
વિકી લાલવાની સાથેની વાતચીતમાં પરેશ રાવલે જણાવ્યું કે ફિલ્મનો મૂળ વિચાર એક પિતા અને પુત્રના સંબંધો પર આધારિત હતો, જેમાં કોઈ પણ પ્રકારનો ધાર્મિક એંગલ રાખવાનો ઇરાદો નહોતો.

મૂળ વાર્તા: વાર્તા એક એવા છોકરાની હતી જે માસ્ટરબેટ (હસ્તમૈથુન) કરતા પકડાઈ જાય છે અને તેનો વીડિયો વાયરલ થતાં તેનું જીવન બરબાદ થઈ જાય છે. તેના પિતા ખજૂરાહો મંદિરમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા હોય છે.ધાર્મિક એંગલનો ઉમેરો: ડાયરેક્ટર અમિત રાયે સૂચન કર્યું હતું કે પિતાને પાર્ટ-ટાઈમ મહાકાલ મંદિરના પૂજારી તરીકે પણ બતાવી શકાય. આ ફેરફાર બાદ ફિલ્મમાં ધાર્મિક પાસાઓ ઉમેરાયા હતા.

સ્ક્રિપ્ટિંગ પ્રક્રિયા અને અક્ષય કુમારની એન્ટ્રી
પરેશ રાવલે ડાયરેક્ટર અમિત રાય સાથે મળીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. એટલું જ નહીં, ફિલ્મમાં તબીબી દ્રષ્ટિએ સચોટતા જળવાય તે માટે પ્રખ્યાત સેક્સ્યુઅલોજિસ્ટ પ્રકાશ કોઠારીને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા. પરેશ રાવલે સ્વીકાર્યું કે જ્યારે પ્રોજેક્ટમાં અક્ષય કુમાર જોડાયા, ત્યારે ફિલ્મનો આખો વળાંક બદલાઈ ગયો હતો.

CBFC અને વિવાદો
રિલીઝ પહેલાં ફિલ્મ સેન્સર બોર્ડ (CBFC) સાથે ભારે વિવાદમાં સપડાઈ હતી. બોર્ડને વાંધો હતો કે ‘સેક્સ એજ્યુકેશન’ જેવા વિષયને ધર્મ સાથે જોડવો યોગ્ય નથી. આ કારણે ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને અક્ષય કુમારના પાત્રને ભગવાન શિવના સ્થાને ‘શિવના દૂત’ તરીકે દર્શાવવા માટે બદલવું પડ્યું હતું.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!