પાવાગઢ રોપ-વે 5 દિવસ માટે બંધ: મેઈન્ટેનન્સના કારણે સેવા સ્થગિત, ક્યારે થશે ફરી શરૂ?

પાવાગઢમાં આવેલા મહાકાળી માતાજીના મંદિર સુધી ભક્તોને લઈ જતી આ મહત્વપૂર્ણ રોપ-વે સેવાના નિયમિત મેઈન્ટેનન્સ માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે.

પાવાગઢ, શુક્રવાર
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનો રોપ-વે આગામી 28 જુલાઈથી 1 ઓગસ્ટ, 2025 સુધી મેઈન્ટેનન્સની કામગીરીના કારણે બંધ રહેશે. આ નિર્ણય ચોમાસાની સિઝનમાં ભક્તોની સુરક્ષા અને રોપ-વેની સુચારુ કામગીરી જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પાવાગઢમાં આવેલા મહાકાળી માતાજીના મંદિર સુધી ભક્તોને લઈ જતી આ મહત્વપૂર્ણ રોપ-વે સેવાના નિયમિત મેઈન્ટેનન્સ માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, માઈભક્તોએ માતાજીના દર્શન કરવા માટે પગથિયાં ચડીને જ જવું પડશે.

રોપ-વે સેવા 2 ઓગસ્ટ, 2025 થી રાબેતા મુજબ ફરી શરૂ થઈ જશે. યાત્રિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન પોતાની યાત્રાનું આયોજન તે મુજબ કરે.

ચોમાસાની સિઝનમાં પાવાગઢ ડુંગરની આસપાસનું વાતાવરણ લીલુંછમ અને મનમોહક હોય છે. કુદરતના અદભૂત સૌંદર્ય વચ્ચે માતાજીના દર્શન કરવા આવતા હજારો ભક્તો માટે આ એક અનોખો અનુભવ હોય છે. જોકે, રોપ-વે બંધ હોવા છતાં, ભક્તોનો ધસારો જોવા મળશે તેવું મંદીર પ્રશાસને જણાવ્યું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!