પોલેન્ડના બીજા સૌથી મોટા શહેર ક્રાકોવના મુખ્ય બજાર ચોકમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયાં છે.

પોલેન્ડના બીજા સૌથી મોટા શહેર ક્રાકોવના મુખ્ય બજાર ચોકમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત અહેવાલો મુજબ, ગોળીબારની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી મારી હતી. હુમલાખોરને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ક્રાકોવના મુખ્ય બજાર ચોકમાં ગોળીબાર
ક્રાકોવના મુખ્ય બજાર ચોકમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગોળીબાર દરમિયાન અનેક લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં છે અને દસ લોકો ઘાયલ થયા છે.
પોલીસની કાર્યવાહી, હુમલાખોરને ગોળી વાગી
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે શંકાસ્પદ હુમલાખોર સામે કાર્યવાહી કરી તેને ગોળી મારી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હાલમાં આ ગોળીબાર પાછળનું કારણ અને હુમલાખોરની ઓળખ અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે.










