અમૂલના પ્રોડક્ટ્સના ભાવ ઘટ્યા, ગ્રાહકોને મળશે મોટી રાહત!

ગુજરાતના આણંદ સ્થિત અમૂલે તેના 700થી વધુ પ્રોડક્ટ્સ પરના GST દરમાં થયેલા ઘટાડા બાદ ભાવ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. જાણો કઈ પ્રોડક્ટ્સ પર કેટલો ભાવ ઘટ્યો અને ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે.

આણંદ, રવિવાર
ભારત સરકાર દ્વારા તાજેતરમાં GSTના દરોમાં કરાયેલા ફેરફાર બાદ અમૂલ દ્વારા તેના 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગ્રાહકો માટે મોટી રાહત લઈને આવ્યો છે. નવા GST દર આગામી 22મી સપ્ટેમ્બરથી એટલે કે સોમવારથી લાગુ થશે. આ ફેરફાર મુખ્યત્વે તે પ્રોડક્ટ્સ પર લાગુ થયો છે, જેના પર અગાઉ GST લાગતો હતો.

અમૂલે જાહેર કરેલા નવા ભાવ અનુસાર, ખાસ કરીને ઘી, બટર, ચીઝ, પનીર, આઈસક્રીમ, ચોકલેટ અને ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સ જેવી ઘણી વસ્તુઓ સસ્તી થશે.

અમૂલની મુખ્ય પ્રોડક્ટ્સના નવા ભાવ:

અમૂલ ઘી
એક લિટર અમૂલ ઘીની કિંમતમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. જે હવે 650 રૂપિયાને બદલે 610 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

બટર
100 ગ્રામ માખણનું પેક હવે 62 રૂપિયાને બદલે 58 રૂપિયામાં મળશે.

ચીઝ
એક કિલોગ્રામ ચીઝ બ્લોકની કિંમત 30 રૂપિયા ઘટીને 575 રૂપિયા થઈ છે.

ફ્રોઝન પનીર
200 ગ્રામ ફ્રોઝન પનીરનું પેક હવે 99 રૂપિયાને બદલે 95 રૂપિયામાં મળશે.

 

આ સિવાય, અનેક ડેરી પ્રોડક્ટ્સ જેવી કે ચોકલેટ, ફ્લેવર્ડ મિલ્ક અને આઈસક્રીમના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો સમગ્ર દેશમાં અમલમાં આવશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે, જેઓ નિયમિત રીતે આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ ભાવ ઘટાડો ગ્રાહકોને આગામી તહેવારોના સમયમાં પણ આર્થિક રીતે મદદરૂપ થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!