દહેગામમાં શારદા સોસાયટીનો વિશિષ્ટ ગણેશોત્સવ, ઓપરેશન સિંદૂર થીમથી ભક્તો થયા મંત્રમુગ્ધ

દહેગામની શારદા સોસાયટીમાં ગણેશોત્સવ 2025માં ઓપરેશન સિંદૂર થીમ સાથે ભવ્ય ગણપતિ પંડાલ બનાવાયો. સાંજની આરતીમાં હજારો દર્શનાર્થીઓ ઉમટ્યા, જાણો વિગતો!

દહેગામ, મંગળવાર
દહેગામ શહેરમાં ગણેશ ચતુર્થીનું પર્વ ભક્તિ અને ભવ્યતાના રંગે રંગાયો છે. શહેરની શારદા સોસાયટીના રહીશોએ આ વર્ષે ગણપતિની સ્થાપના એક અનોખી થીમ ઓપરેશન સિંદૂરના કોન્સેપ્ટ સાથે કરી છે. આ થીમથી પ્રેરિત પંડાલે ન માત્ર સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું છે પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા દર્શનાર્થીઓ પણ આ નયનરમ્ય દૃશ્ય અને ગણપતિ બાપ્પાના દર્શનથી ધન્યતા અનુભવી રહ્યા છે.

શારદા સોસાયટીના આ ગણેશ પંડાલની ખાસિયત છે તેની ક્રિએટિવ ડિઝાઇન અને ઓપરેશન સિંદૂર થીમની વિશિષ્ટતા. આ થીમ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સાહસના સમન્વયનું ઉદાહરણ બની રહી છે. રોજ સાંજે યોજાતી આરતી દરમિયાન સોસાયટીમાં ભક્તોની ભીડ જામે છે, જેમાં સ્થાનિક રહીશો ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાંથી આવેલા લોકો પણ સામેલ થાય છે. આરતીનો માહોલ ભક્તિમય બની રહે છે અને ગણપતિ બાપ્પાની મૂર્તિની ભવ્યતા દરેકના મનમાં ઊંડી છાપ છોડે છે.

આ પંડાલની ડેકોરેશન અને લાઇટિંગ એટલી આકર્ષક છે કે દર્શનાર્થીઓ ફોટો અને વીડિયો લઈને આ પળોને કાયમ માટે સાચવવા માંગે છે. સોસાયટીના આયોજકોએ જણાવ્યું કે, “અમે દર વર્ષે નવી થીમ સાથે ગણેશોત્સવ ઉજવીએ છીએ, પરંતુ આ વખતે ઓપરેશન સિંદૂર થીમથી ભક્તોનો ઉત્સાહ બમણો થયો છે.” દર્શનાર્થીઓની સુવિધા માટે પંડાલમાં પ્રોપર સિક્યોરિટી અને મેનેજમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ 27 ઓગસ્ટ, 2025થી શરૂ થયો છે અને 10 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન દહેગામના શારદા સોસાયટીનો પંડાલ શહેરનું મુખ્ય આકર્ષણ બની રહ્યો છે. જો તમે પણ આ ભવ્ય ગણેશ પંડાલની મુલાકાત લેવા માંગો છો, તો દહેગામની શારદા સોસાયટી ખાતે આવીને ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લઈ શકો છો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!