ભારતીય વિદેશ મંત્રાલયે રશિયન સેનામાં નોકરીના નામે છેતરાઈને ગયેલા ભારતીયો અંગે કડક ચેતવણી આપી છે. જાણો આ કૌભાંડ વિશે અને શા માટે સરકારે આ પગલું લીધું છે.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતના વિદેશ મંત્રાલયએ ફરી એકવાર રશિયન આર્મીમાં ભારતીય નાગરિકોની ભરતી અંગે કડક નિવેદન બહાર પાડ્યું છે. નોકરીની લાલચમાં ફસાયેલા ભારતીયો માટે આ એક ઘાતક સોદો સાબિત થઈ રહ્યો છે. સરકારે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે કોઈ પણ સંજોગોમાં ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં જોડાવાની ઓફર સ્વીકારવી નહીં.
તાજેતરમાં, અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં યુવાનોને સારી નોકરીના ખોટા વાયદાઓ આપીને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. આ મામલો એટલો ગંભીર બન્યો કે ભારતે આ ઇશ્યુને દિલ્હી અને મોસ્કો બંનેમાં રશિયન સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારતે રશિયાને આ પ્રથા તાત્કાલિક બંધ કરવા અને ફસાયેલા ભારતીયોને સત્વરે મુક્ત કરવા વિનંતી કરી છે.
મોદી-પુતિન વચ્ચે પણ થઈ હતી ચર્ચા
માહિતી મુજબ, આ નકલી ભરતીનો મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠકમાં પણ ચર્ચાયો હતો. ભારત સરકાર આ બાબતે સતત રશિયા પર પ્રેશર લાવી રહી છે, જેથી કોઈ પણ ભારતીયને યુદ્ધ જેવી ખતરનાક પરિસ્થિતિમાં બળજબરીથી કે છેતરપિંડીથી ધકેલી ન શકાય. M.E.A. એ જણાવ્યું છે કે સરકાર આ ભરતી પ્રક્રિયાથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકો સાથે સતત કોન્ટેક્ટમાં છે અને તેમના સુરક્ષિત વાપસી માટે પ્રયાસ કરી રહી છે.
સરકારની જોરદાર અપીલ અને ચેતવણી
વિદેશ મંત્રાલયના નિવેદનમાં ફરી એકવાર તમામ ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ રશિયન આર્મીમાં જોડાવાની કોઈપણ ઓફરથી દૂર રહે. આ એક અત્યંત ડેન્જરસ સ્ટેપ છે. ઘણી એજન્સીઓ અથવા બ્રોકર્સ યુવાનોને રશિયામાં એમ્પ્લોયમેન્ટનું સપનું બતાવીને આકર્ષિત કરે છે, પણ વાસ્તવમાં તેમને સીધા જ સેનામાં મોકલી દેવામાં આવે છે.











