પુતિન અને કિમ જોંગ ઉનને જોઈ ટ્રમ્પ ભડક્યા, ચીન-રશિયા કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની મુલાકાતથી નારાજ છે. તેમણે આ બંને દેશો પર અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જાણો આ આખો મામલો શું છે.

અમેરિકા, બુધવાર
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વિક્ટ્રી પરેડ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરીને આ નેતાઓ પર કટાક્ષ કર્યો છે.

ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે પુતિન અને કિમ જોંગ ઉન અમેરિકા સામે કાવતરું ઘડી રહ્યા છે. તેમણે પુતિન અને કિમ જોંગને ‘કાવતરાં’ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

વિક્ટ્રી પરેડ અને ટ્રમ્પનો ગુસ્સો
ચીન જાપાન સામે બીજા વિશ્વ યુદ્ધમાં મળેલી જીતની 80મી વર્ષગાંઠ નિમિત્તે બીજિંગમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરી રહ્યું છે. આ પરેડમાં ભાગ લેવા માટે દુનિયાભરના અનેક મોટા નેતાઓ ચીન પહોંચ્યા છે, જેમાં પુતિન અને કિમ જોંગ ઉન પણ સામેલ છે. આ બંને નેતાઓની મુલાકાતને કારણે ટ્રમ્પ રોષે ભરાયા છે.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ચીનને પણ આડે હાથે લીધું હતું. તેમણે કહ્યું કે ચીનની આઝાદીમાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી છે અને જિનપિંગે તે ભૂલવું ન જોઈએ. ટ્રમ્પે એ પણ સવાલ ઉઠાવ્યો કે શું જિનપિંગ એ અમેરિકનોના બલિદાનનો ઉલ્લેખ કરશે જેમણે ચીનની જીત માટે પોતાનું લોહી વહાવ્યું હતું.

ભારત, ચીન અને રશિયા: અમેરિકાની ચિંતા
આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા ભારત, ચીન અને રશિયાના વધતા સંબંધોથી ચિંતિત છે. ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવ્યા હતા, જેમાં ભારત પર 50% ટેરિફનો સમાવેશ થાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેઓ પુતિન અને જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. આ મુલાકાતને ટ્રમ્પ માટે એક મજબૂત મેસેજ તરીકે જોવામાં આવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!