બાળકો રાત્રે ગોખેલું સવારે કેમ ભૂલી જાય છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

ઘણીવાર બાળકો રાત્રે વાંચેલું કે હોમવર્ક સવારે સ્કૂલે જતી વખતે ભૂલી જતા હોય છે. આ સમસ્યા પાછળ બાળકોની શોર્ટ-ટર્મ મેમરી અને મગજનો અપૂરતો વિકાસ જવાબદાર હોવાનું વિજ્ઞાન કહે છે.


બાળકોના મગજમાં મેમરી (યાદશક્તિ) સંગ્રહિત કરવાનો ભાગ સંપૂર્ણ રીતે વિકસિત હોતો નથી. જ્યારે બાળક પૂરતી ઊંઘ લે છે, ત્યારે મગજ દિવસભર શીખેલી બાબતોને ગોઠવે છે અને મજબૂત કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘મેમરી કન્સોલિડેશન’ કહેવાય છે. જો બાળકની ઊંઘ અધૂરી રહે તો તે રાત્રે યાદ કરેલું સવારે ભૂલી જાય છે.

ભણ્યા પછી મોબાઈલ કે ટીવી જોવું
આજકાલ બાળકો અભ્યાસ પૂરો કરીને તરત જ મોબાઈલ કે ટીવી જોવા બેસી જાય છે અથવા ગેમ રમવા લાગે છે. આવું કરવાથી મગજનું ધ્યાન બીજી બાબતો તરફ ડાયવર્ટ થઈ જાય છે અને રાત્રે વાંચેલું મગજમાં લાંબો સમય ટકતું નથી.

પરીક્ષાનો તણાવ અને ગભરામણ
બાળકોમાં પરીક્ષાનો ડર અથવા વધુ પડતો માનસિક તણાવ પણ આ માટે જવાબદાર છે. વધુ પડતી ચિંતાના કારણે બાળકને મગજમાં બધું યાદ હોવા છતાં સમયસર તે યાદ આવતું નથી અને તે મૂંઝવણ અનુભવે છે.

પુનરાવર્તનનો અભાવ
જો બાળક કોઈ વિષયને માત્ર એક જ વાર વાંચીને છોડી દે છે અને તેનું ફરીથી રિવિઝન (પુનરાવર્તન) નથી કરતું, તો તે ઝડપથી ભૂલી જવાય છે. કોઈ પણ વસ્તુ કાયમ યાદ રાખવા માટે તેને ગોખવાને બદલે સમજવી જરૂરી છે.

યાદશક્તિ વધારવાના સરળ ઉપાયો
બાળકોને હંમેશા સમજીને ભણવાની આદત પાડો અને રોજ થોડું-થોડું રિવિઝન કરાવો. બાળક 8 થી 10 કલાકની પૂરતી ઊંઘ લે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ભણતી વખતે વચ્ચે નાના બ્રેક આપો અને ભણ્યા પછી તરત મોબાઈલથી દૂર રાખો. જો આ સમસ્યા સતત રહે તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!