ગુજરાતમાં આગામી 4 વરસાદનો વર્તારો: 28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં ‘રેડ ઍલર્ટ’, નવરાત્રિના રંગમાં પડી શકે છે ભંગ!

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની ફૉરકાસ્ટ. 28 અને 29 સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ. ચેક કરો તમારા જિલ્લામાં યલો કે ઑરેન્જ ઍલર્ટ છે? તમામ ડિટેલ્સ જાણો.

અમદાવાદ, રવિવાર
Gujarat Rain: ચોમાસાની વિદાયના સમયે ગુજરાતના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં, ભારે વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદ વરસતાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. આ સ્થિતિ વચ્ચે, હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું ફૉરકાસ્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન યલો, ઑરેન્જ, અને રેડ ઍલર્ટ જેવા 3 અલગ-અલગ સ્તરના ઍલર્ટ જાહેર કરાયા છે.

28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં ‘રેડ ઍલર્ટ’
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 28 અને 29ના રોજ કુલ 5 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર 28 (રવિવાર): સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ રહેશે.
સપ્ટેમ્બર 29: અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઍલર્ટની આગાહી છે.
અતિભારે વરસાદ ઉપરાંત, રાજ્યના અન્ય 20થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદનું વૉર્નિંગ જાહેર કરાયું છે.

સપ્ટેમ્બર 28 (રવિવાર)ની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને છોટા ઉદેપુર.
યલો ઍલર્ટ: ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા.

સપ્ટેમ્બર 29ની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
યલો ઍલર્ટ: કચ્છ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, બાટોદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર.

સપ્ટેમ્બર 30 અને ઓક્ટોબર 1ની સ્થિતિ
સપ્ટેમ્બર 30: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ રહેશે. બાકીના 11 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.

ઑક્ટોબર 1: કચ્છ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લા (જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ) માં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

સમગ્ર ગુજરાતના નાગરિકોને ઍડવાઇઝ આપવામાં આવે છે કે આગામી 4 દિવસ દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળે અને સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખે. ઑથોરિટીઝ તરફથી મળતી ઇન્સ્ટ્રક્શન્સને ગંભીરતાથી લેવી જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!