ચૂંટણી પંચ આજે દેશભરમાં SIR માટેની તારીખોની જાહેરાત કરશે

ભારતનું ચૂંટણી પંચ (ECI) આજે સાંજે એક પત્રકાર પરિષદ યોજીને દેશભરમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR)ની તારીખોની જાહેરાત કરશે.

ભારતનું ચૂંટણી પંચ (ECI) આજે સાંજે એક પત્રકાર પરિષદ યોજીને દેશભરમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR)ની તારીખોની જાહેરાત કરશે. આ ઘોષણા સાંજે 4:15 વાગ્યે કરવામાં આવશે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી સંપૂર્ણ માહિતી આપશે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પ્રથમ તબક્કામાં 10 થી 15 રાજ્યોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં તે રાજ્યો પણ સામેલ છે જ્યાં 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

એસઆઈઆર (SIR) એ મતદાર યાદીને અદ્યતન (અપડેટ) અને શુદ્ધ કરવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં નવા મતદારોની નોંધણી, મૃત્યુ પામેલા લોકોના નામ દૂર કરવા, ડુપ્લિકેટ એન્ટ્રીઓ કાઢવી અને સ્થળાંતર (ટ્રાન્સફર) જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ સઘન સુધારણા ઝુંબેશ દ્વારા ચૂંટણી પંચ આગામી ચૂંટણીઓ માટે સ્વચ્છ અને સચોટ મતદાર યાદી તૈયાર કરવા માંગે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!