Swad Amrutam Chai: ગુજરાતના દહેગામના 3 મિત્રોએ શરૂ કરેલી ‘સ્વાદ અમૃતમ્ ચાય’ આજે દેશમાં 350+ આઉટલેટ્સ સાથે મોટી બ્રાન્ડ બની ગઈ છે. જાણો આ અદભુત સફળતાની પ્રેરણાદાયક કહાની.

દહેગામ, શુક્રવાર
કહેવાય છે કે મોટા સપના જોવા માટે કોઈ ફી નથી ચૂકવવી પડતી, પરંતુ તેને પૂરા કરવા માટે રાત-દિવસ એક કરવા પડે છે. જો તમારી પાસે કોઈ મોટો બિઝનેસ વારસો ન હોય કે કોઈ ગોડફાધર ન હોય, તો પણ માત્ર અડગ વિશ્વાસ અને સાચી મિત્રતાથી શું થઈ શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના દહેગામના 3 યુવાનોએ પૂરું પાડ્યું છે.
આજે દેશના ખૂણે-ખૂણે પહોંચેલી ‘સ્વાદ અમૃતમ્ ચાય’ની સફળતા કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. એક જ વર્ષમાં 150 અને આજે લેટેસ્ટ આંકડા મુજબ 350 થી વધુ આઉટલેટ્સ સાથે આ બ્રાન્ડે માર્કેટમાં પોતાનો ડંકો વગાડી દીધો છે. ચાલો જાણીએ આજના યુવાનો માટે ‘બિઝનેસ મેનેજમેન્ટ’નો પાઠ બની ગયેલી આ સફળતાની કહાની.
સ્કૂલની બેન્ચથી શરૂ થઈ બિઝનેસની સફર
આ કહાનીની શરૂઆત દહેગામની બી. એન. શાહ સ્કૂલથી થાય છે. ધોરણ 1 માં એક જ બેન્ચ પર સાથે બેસતા 3 મિત્રો કોલેજ પૂરી કર્યા પછી પણ સાથે જ રહ્યા. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના આ યુવાનો મોટા શહેરોમાં નોકરી શોધવા જવાના બદલે દહેગામમાં જ કંઈક નવું કરવા માંગતા હતા. ચાની ચુસ્કીઓ મારતા મારતા કલાકો સુધી ચાલતી ચર્ચાઓમાંથી એક વિચાર આવ્યો અને ત્યાંથી જન્મ થયો ‘સ્વાદ અમૃતમ્ ચાય’નો.

માર્કેટિંગ, મેનેજમેન્ટ અને રિસર્ચનું બેસ્ટ કોમ્બિનેશન
આ 3 મિત્રોની સૌથી મોટી તાકાત તેમનું અલગ-અલગ બેકગ્રાઉન્ડ છે, જે તેમના બિઝનેસને મજબૂત બનાવે છે:
અનિલ મોદી (B.Com): તેમણે ક્યારેય નોકરી નથી કરી. બિઝનેસમાં પહેલેથી જ રસ હોવાથી તેઓ કંપનીનું સેલ્સ, પ્રોડક્ટ માર્કેટિંગ અને વિઝનરી સ્ટ્રેટેજી સંભાળે છે.
રોનક મહેશ્વરી (CA Inter & UPSC Prelims Cleared): ભણવામાં અત્યંત હોશિયાર એવા રોનકભાઈ ફાઇનાન્સ, ઓફિસ ઓપરેશન્સ અને આખું મેનેજમેન્ટ સાંભળે છે.
નયન પ્રજાપતિ (M.Sc. Pharma): ફાર્મા કંપનીમાં ક્વોલિટી કંટ્રોલનો અનુભવ ધરાવતા નયનભાઈ પ્રોડક્ટનું રિસર્ચ (R&D) અને ચાની શુદ્ધતા જાળવવાનું કામ કરે છે.

સામાન્ય માણસને બિઝનેસમેન બનાવવાનું વિઝન
લોકોને નોકરી છોડીને બિઝનેસ કરવામાં હંમેશા ડર લાગે છે કે 5 થી 10 લાખ રૂપિયા લગાવ્યા પછી મહિને 25 થી 30 હજાર કમાણી થશે કે નહીં? આ ડર દૂર કરવા અનિલ મોદી અને તેમની ટીમે એક એવું ફ્રેન્ચાઇઝી મોડલ બનાવ્યું જેમાં ખૂબ ઓછું રોકાણ છે. જો કોઈ નોકરી છોડીને આ ફ્રેન્ચાઇઝી લે, તો તેને પહેલા જ મહિનાથી તેની જૂની નોકરી જેટલી આવક થવા લાગે છે.
કેમિકલ વગરની 100% શુદ્ધ ચા
માર્કેટમાં 200થી લઈને 2000 રૂપિયા કિલો સુધીની ચા મળે છે. મોટી બ્રાન્ડની ચા 580 રૂપિયા પ્રતિ કિલો મળે છે, જ્યારે ‘સ્વાદ અમૃતમ્’ તેનાથી પણ બેસ્ટ ક્વોલિટીની ચા માત્ર 480 રૂપિયામાં આપે છે (એટલે કે 100 રૂપિયાનો સીધો ફાયદો). બજારમાં રંગ માટે કેમિકલ વપરાય છે, જ્યારે આ ચા 100% નેચરલ છે અને ગુજરાતની લેબ દ્વારા પ્રમાણિત છે. અન્ય કંપનીઓ 1 થી 2 વર્ષ જૂનો સ્ટોક વેચે છે, જ્યારે આ બ્રાન્ડ ચાના બગીચામાંથી નીકળ્યાના 6 મહિનાની અંદર જ ગ્રાહક સુધી ફ્રેશ ચા પહોંચાડે છે. આ ચામાં કડવાશ નથી, પરંતુ એકદમ હળવી મીઠાશ અને સંતુલિત સ્વાદ છે.

માત્ર બિઝનેસ નહીં, રોજગારીની ક્રાંતિ
પોતાના અદભુત માર્કેટિંગ અને ગ્રાહકો સાથેના સીધા જોડાણથી આ ત્રિપુટીએ જોતજોતામાં 350થી વધુ આઉટલેટ્સ ખોલી નાખ્યા છે. આ કંપની માત્ર નફો નથી કમાતી, પરંતુ હજારો બેરોજગાર યુવાનોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવી રહી છે.
આજે ‘સ્વાદ અમૃતમ્ ચાય’ દહેગામ માટે એક ગર્વની વાત બની ગઈ છે. આ 3 મિત્રોએ સાબિત કરી દીધું છે કે મોટી ઓફિસો કે લાખો રૂપિયાનું બેકગ્રાઉન્ડ ન હોય, તો પણ ઈમાનદારી, મહેનત અને પાકી મિત્રતાથી દેશની સૌથી મોટી બ્રાન્ડ બનાવી શકાય છે. આવનારી પેઢીઓ માટે આ યુવાનો એક જીવંત પ્રેરણા બની ગયા છે.











