GSRTCનો મોટો નિર્ણય: હવે 15 દિવસના ભાડામાં આખો મહિનો મુસાફરી, પાસમાં 50% સુધીની રાહત

માસિક પાસમાં 18ના બદલે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ સુધી કરી શકાશે મુસાફરી : ત્રિમાસિક પાસમાં માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ, 2.5 લાખથી વધુ મુસાફરોને થશે ફાયદો

ગાંધીનગર, બુધવાર : ગુજરાતમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદા અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરીને મુસાફરોને મળતી ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરવામાં આવી છે.

મુસાફરોને સીધો આર્થિક લાભ મળે તે હેતુથી પાસ યોજનાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે માસિક પાસ માટે મુસાફરોએ માત્ર 15 દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે અને તેના બદલામાં પૂરા 30 દિવસ સુધી મુસાફરી કરી શકાશે. અગાઉ માસિક પાસ મેળવવા માટે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. હવે તેને ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યું છે. આમ, નિયમિત મુસાફરી કરતા મુસાફરોને માસિક પાસમાં વધુ બચત થશે.

ત્રિમાસિક પાસમાં પણ મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ 90 દિવસના ત્રિમાસિક પાસ માટે 54 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. હવે મુસાફરો માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી સતત 90 દિવસ સુધી એસ.ટી. બસમાં મુસાફરીનો લાભ મેળવી શકશે. GSRTCના આ નિર્ણયનો લાભ રાજ્યમાં દૈનિક ધોરણે એસ.ટી. બસમાં મુસાફરી કરતા અંદાજે 2.5 લાખથી વધુ નોકરિયાતો તેમજ નાના-મોટા વેપારીઓ અને ધંધાર્થીઓને મળશે. પાસના ભાડામાં ઘટાડાથી નિયમિત મુસાફરોના માસિક પરિવહન ખર્ચમાં સીધી બચત થવાની સાથે જાહેર પરિવહનનો ઉપયોગ પણ વધવાની અપેક્ષા છે.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!