ગુજરાતમાં હવે ખાનગી કારના દસ્તાવેજોની ટોલનાકે તપાસ, PUC-વીમો નહીં હોય તો ઈ-ચલણ

ગુજરાતમાં વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે ઈ-ડિટેક્શન સિસ્ટમનો વ્યાપ ખાનગી વાહનો સુધી વધારવાની જાહેરાત કરી છે

ગુજરાતમાં વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે ઈ-ડિટેક્શન સિસ્ટમનો વ્યાપ ખાનગી વાહનો સુધી વધારવાની જાહેરાત કરી છે. હવે હાઈવેના ટોલ પ્લાઝા પરથી પસાર થતી ખાનગી કારના દસ્તાવેજોની પણ ઓટોમેટિક તપાસ કરવામાં આવશે.

કેમેરાથી નંબર પ્લેટ સ્કેન થશે

ટોલ પ્લાઝા પર લગાવેલા કેમેરા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે. ત્યારબાદ સિસ્ટમ વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે સરકારી ડેટાબેઝમાં દસ્તાવેજોની માન્યતા તપાસશે.

આ ત્રણ દસ્તાવેજો માન્ય રાખવા જરૂરી

ખાનગી કારચાલકોએ નીચેના દસ્તાવેજો અપડેટ રાખવા પડશે.

  • PUC સર્ટિફિકેટ
  • વાહનનો વીમો
  • વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)

આમાંથી કોઈ દસ્તાવેજની મુદત પૂરી થઈ હશે અથવા તે અમાન્ય જણાશે તો નિયમ મુજબ ઈ-ચલણ થઈ શકે છે.

વાહનચાલકો માટે તંત્રની અપીલ

વાહન વ્યવહાર વિભાગે વાહનચાલકોને મુસાફરી પહેલાં દસ્તાવેજોની માન્યતા તપાસવાની અપીલ કરી છે. દસ્તાવેજોની મુદત પૂરી થાય તે પહેલાં રિન્યુઅલ કરાવવું જરૂરી છે.અત્યાર સુધી ઈ-ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનો માટે થતો હતો. હવે તેનો વ્યાપ ખાનગી વાહનો સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!