ગુજરાત પોલીસમાં 3,000 જગ્યાઓ પર ભરતી જાહેર, 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ વિભાગમાં કુલ 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ વિભાગમાં કુલ 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લોકરક્ષક અને ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.

ઉમેદવારો 26 નવેમ્બર 2026થી OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.

કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ?

ગુજરાત પોલીસની આ ભરતીમાં જગ્યાઓનું વિતરણ નીચે મુજબ છે.

પોસ્ટનું નામ જગ્યાઓ
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1,000
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1,000
SRPF હથિયારી કોન્સ્ટેબલ 841
હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક 133
મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર 26
કુલ 3,000

આમાંથી 2,841 જગ્યાઓ લોકરક્ષક કેડરની છે. જ્યારે 159 જગ્યાઓ ટેકનિકલ કેડરની છે.

શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?

લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવો જરૂરી છે. ટેકનિકલ કેડરની જગ્યાઓ માટે ધોરણ 12 ઉપરાંત સંબંધિત ટ્રેડની લાયકાત અને એપ્રેન્ટિસશિપની શરતો લાગુ પડે છે.

હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર માટેની ચોક્કસ લાયકાત વિગતવાર જાહેરાતમાં તપાસવી જરૂરી છે.

અરજીની મહત્વની તારીખો

  • જાહેરાતની તારીખ: 20 નવેમ્બર 2026
  • ઓનલાઈન અરજી શરૂ: 26 નવેમ્બર 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર 2026
  • અરજીનું માધ્યમ: ઓનલાઈન

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો ગુજરાત સરકારના OJAS પોર્ટલ પર જઈને અરજી કરી શકશે.

  1. સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
  2. Online Application વિકલ્પ પસંદ કરો.
  3. ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત પસંદ કરો.
  4. જરૂરી વિગતો ભરીને દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ સાચવી રાખો.

વિગતવાર જાહેરાતમાં શું તપાસવું?

ઉમેદવારોએ વયમર્યાદા, અરજી ફી, શારીરિક માપદંડ, પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયાની વિગતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી જોઈએ. વિગતવાર જાહેરાત માટે OJAS અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ જોતા રહેવું.

સત્તાવાર વેબસાઇટ:

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!