રાત્રે તબેલામાં બાંધી, સવારે પશુ ગાયબ!દહેગામ તાલુકાના વાસણા રાઠોડમાં 3 ભેંસની ચોરી, બે પશુપાલકોને ₹90 હજારનો ફટકો

દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં પશુચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરો બે અલગ-અલગ તબેલામાંથી કુલ ત્રણ ભેંસ જીવ ચોરી ગયા છે.

દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં પશુચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરો બે અલગ-અલગ તબેલામાંથી કુલ ત્રણ ભેંસ જીવ ચોરી ગયા છે. આ બનાવમાં બે પશુપાલકોને કુલ ₹90 હજારનું નુકસાન થયું છે. આ અંગે દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

રાત્રે તબેલામાંથી ભેંસ અને બચ્ચું ગાયબ

ફરિયાદ મુજબ, વાસણા રાઠોડના રોહિતકુમાર શામળસિંહ રાઠોડ બોરીયા સીમ વિસ્તારમાં ખેતી અને પશુપાલન કરે છે. 18 નવેમ્બરની રાત્રે આશરે એક વાગ્યે તેમણે તબેલામાં બે ભેંસ અને 10 માસનું બચ્ચું બાંધેલું જોયું હતું.બીજા દિવસે સવારે સાત વાગ્યે તેઓ પશુઓને દોહવા પહોંચ્યા ત્યારે એક ભેંસ અને બચ્ચું ગાયબ હતાં. પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી, પરંતુ બંને પશુ મળ્યાં નહોતાં.

 

બીજા તબેલામાંથી પણ ભેંસની ચોરી

ગામના મનોજ રજુજી ગોહિલના તબેલામાંથી પણ ભેંસ ચોરાઈ હતી. બ્રાહ્મણ સમાજવાડી પાસે આવેલા તબેલામાંથી 19 નવેમ્બરની રાત્રે બે વાગ્યાથી સવારે આઠ વાગ્યા વચ્ચે આશરે અઢી વર્ષની ભેંસ ગાયબ થઈ હતી.

કુલ ₹90 હજારનું નુકસાન

ચોરી થયેલા પશુઓની કિંમત મુજબ રોહિતકુમારની ચાર વર્ષની ભેંસ ₹70 હજાર અને બચ્ચું ₹5 હજારનું હતું. જ્યારે મનોજ ગોહિલની ભેંસની કિંમત ₹15 હજાર હતી.

આમ, કુલ ત્રણ પશુની કિંમત ₹90 હજાર થાય છે.બંને પશુપાલકોની ફરિયાદના આધારે દહેગામ પોલીસે અજાણ્યા ચોરો સામે તપાસ શરૂ કરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!