અમરેલી જિલ્લામાં અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. GSRTC બસ અકસ્માતનો ભોગ બનતાં ચાર લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે.

અમરેલી જિલ્લામાં અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. GSRTC બસ અકસ્માતનો ભોગ બનતાં ચાર લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતથી અફરાતફરી
અકસમાતની ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે.
અકસ્માતનું કારણ જાણવા તપાસ
અકસ્માત કેવી રીતે સર્જાયો અને બસ કયા સંજોગોમાં કાબૂ બહાર ગઈ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ નથી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે.










