સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં 3.9 ઈંચ, પંચમહાલના ગોધરામાં 3.74 ઈંચ અને કચ્છના ગાંધીધામમાં 2.28 ઈંચ નોંધાયો છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક હળવો તો ક્યાંક અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ 3.9 ઈંચ વરસાદ નોંધાયો છે.
બોરસદમાં સૌથી વધુ 3.9 ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા અપાયેલા આંકડા મુજબ, 7 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી 8 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન, સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં 3.9 ઈંચ, પંચમહાલના ગોધરામાં 3.74 ઈંચ અને કચ્છના ગાંધીધામમાં 2.28 ઈંચ નોંધાયો છે.
12 તાલુકામાં 1 થી 4 ઈંચ વચ્ચે વરસાદ
રાજ્યના કુલ 153 પૈકી 12 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ પડ્યો છે. આ તાલુકાઓની વિગત નીચે મુજબ છે:

કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ચોમાસાની સિઝન વચ્ચે, 7 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 8 જુલાઈ 2025 રાતના 2 વાગ્યા સુધીના 20 કલાકના સમયમાં ગુજરાતના 146 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સોમવારના દિવસે કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. કચ્છના તમામ તાલુકામાં એક ઈંચથી અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો, જે ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર છે.
38 તાલુકામાં માત્ર હાજરી
છેલ્લા 20 કલાકમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો હોવા છતાં, તેમાંથી 38 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે, આ તાલુકાઓમાં માત્ર એક મિલીમીટર (MM) થી બે મિલીમીટર જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો હતો.











