દહેગામમાં શ્રી મહાવીરસ્વામી જન્મવાંચનનો ભવ્ય પ્રસંગ ઉજવાયો

દહેગામ જૈન સંઘમાં પરમ પૂજ્ય આચાર્યોની નિશ્રામાં શ્રી મહાવીરસ્વામી જન્મવાંચનનો ભવ્ય પ્રસંગ ઉજવાયો. પારણું ઝુલાવવાથી લઈ ત્રિશલા માતાના 14 સ્વપ્નોના દર્શન સુધી, ભક્તોએ આ શુભ પ્રસંગનો લાભ લીધો.

દહેગામ, સોમવાર
દહેગામ જૈન સંઘમાં શ્રી મહાવીરસ્વામી જન્મવાંચનનો ભવ્ય અને ધાર્મિક ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગ પર પરમ પૂજ્ય શ્રી આગામોદ્ધરક સાગર આનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરી મ.સા ના કૃપાપાત્ર શિષ્યરત્ન દહેગામરત્ન આચાર્યશ્રી પ્રસન્નચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય રામચંદ્ર સાગર મ.સા અને શતાવધાની પૂ. અમિતગુણાશ્રીજી મ.સાના લાડીલા શિષ્ય-પ્રશિષ્ય પરમ પૂજ્ય કલ્પધ્રુમાંશ્રીજી મ.સા, પૂજ્ય મોક્ષધ્રુમાંશ્રીજી મ.સા તથા પૂજ્ય મૈત્રીધ્રુમાંશ્રીજી મ.સા ની નિશ્રામાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ.

ત્રણ લોકના નાથ એવા શ્રી મહાવીરસ્વામી ભગવાનના જન્મવાંચન પ્રસંગે પારણું ઝુલાવવાનો લાભ તલ્લીકાબેન હર્ષદભાઈ શાહ પરિવારે લીધો. સાથે જ અષ્ટમંગલની વિધિ કરવામાં આવી તથા ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોના દર્શન પણ કરાવવામાં આવ્યા.

પ્રસંગ દરમિયાન શ્રી સંઘના ભક્તો માટે નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે, સ્વામીવાત્સલ્યના ભોજન સાથે આ પાવન પ્રસંગનો સમાપન કરવામાં આવ્યો.

આ રીતે દહેગામમાં શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ભાવનાથી ભરપૂર શ્રી મહાવીરસ્વામી જન્મવાંચનનો આ પ્રસંગ દરેક ભક્તો માટે યાદગાર બની રહ્યો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!