કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકને થયો ટાઇફોઇડ,આંદોલન ચાલુ રાખવા કર્યું આહવાન!

CJP સ્થાપક અભિજીત દીપકે ટાઇફોઇડથી પીડિત હોવા છતાં આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સંસદ માર્ગ પર સુરક્ષા કડક કરાઈ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે આંદોલન કરી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકે બિમાર પડ્યા છે. દીપકેએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપી છે કે તેઓ ટાઇફોઇડથી પીડિત છે. જોકે, સ્વાસ્થ્ય કથળ્યું હોવા છતાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો સંઘર્ષ ત્યાં સુધી અટકશે નહીં જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે.

સંસદ માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા

આંદોલનને લઈને વહીવટી તંત્ર દ્વારા સંસદ માર્ગ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે:

  • નિરીક્ષણ: પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે લાઉડસ્પીકર લગાવી દેવામાં આવ્યા છે.

  • આધુનિક ટેકનોલોજી: દરેક પ્રવેશદ્વાર પર ચહેરા ઓળખી શકે તેવા (Face Recognition) વિશિષ્ટ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય.

આંદોલનકારીઓની સંખ્યામાં ઘટાડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ અને સરકાર સાથે CJPની વાટાઘાટો શરૂ થયા બાદ વિરોધ પ્રદર્શનની ગતિમાં ફેરફાર જોવા મળ્યો છે. શુક્રવારે જંતર-મંતરથી લઈને ટોલ્સટોય રોડ સુધીના વિસ્તારમાં આંદોલનકારીઓની સંખ્યામાં અંદાજે 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકાર સાથેની બેઠકો અને વિવિધ રાજકીય ઘટનાક્રમને લીધે આંદોલનકારીઓની સંખ્યામાં આ ઘટાડો નોંધાયો હોવાનું માનવામાં આવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!