શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોનમ વાંગચુકે તેને લોકશાહીની જીત ગણાવી CJP અને યુવા પેઢીને અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CJP ની માંગણીઓ વચ્ચે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી દીધું છે. આ ઘટનાક્રમ બાદ જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે નિવેદન આપતા દેશના યુવાનો (GenZ) અને CJP ને આહ્વાન કરી અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વ્યક્ત કર્યું કે આ પરિણામ સીધી લોકશાહી, શાંતિ અને અડગ સંકલ્પનું ફળ છે. દેશના ખૂણે-ખૂણેથી અન્યાય સામે અવાજ ઉઠાવનાર નાગરિકોનો આભાર માનતા તેમણે ઉમેર્યું કે હવે જવાબદારી નક્કી થયા બાદ શિક્ષણ ક્ષેત્રે જરૂરી સુધારા તરફ આગળ વધવાનો સમય પાકી ગયો છે.
રાજીનામા પત્રમાં શિક્ષણ મંત્રીનો દાવો
પોતાના રાજીનામા પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે તેઓ છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના સુધારા માટે સમર્પિત રહ્યા છે. તેમણે દેશના યુવાનોની લાગણીઓ અને અપેક્ષાઓ પ્રત્યે આદર વ્યક્ત કરતા જણાવ્યું કે યુવા પેઢીના સ્વપ્નો પૂર્ણ કરવા એ નૈતિક ફરજ છે. 3 મે, 2026 ના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં સામે આવેલી અનિયમિતતાઓને સરકારે ગંભીરતાથી લીધી હતી અને સમગ્ર મામલાની તપાસ CBI ને સોંપી દેવામાં આવી હતી.
IT’S A VICTORY OF DEMOCRACY
direct democracy… straight from the streets.
It’s a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.… pic.twitter.com/rSLOfvba2R— Sonam Wangchuk (@Wangchuk66) July 25, 2026
CJP ના સ્થાપકનું આક્રમક નિવેદન
આ સમગ્ર ઘટનાક્રમ પર CJP ના સ્થાપક અભિજિત દીપકે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું એ વાતની સાબિતી છે કે જો જનતા અને યુવાનો ડર્યા વિના સંગઠિત રહે તો સરકાર સામે કોઈપણનું રાજીનામું મેળવી શકાય છે. તેમના મતે આ લડાઈ સત્ય અને અડગતાના બળ પર જીતવામાં આવી છે.










