અમદાવાદ પ્લેન ક્રેશ: DGCAનો મોટો નિર્ણય, 15 જૂનથી તમામ વિમાનોની ફરજીયાત તપાસ

અમદાવાદ પ્લેન ક્રેશ પછી DGCA નો સિક્યોરિટી પર મોટો નિર્ણય : 15 જૂનથી તમામ ફ્લાઇટ્સની ફરજીયાત તપાસ

અમદાવાદ, શનિવાર : અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતા દેશભરમાં શોક અને ચિંતાનો માહોલ છે. આ દર્દનાક અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ભારતમાં એરલાઇન સેફ્ટીને લઇને DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે DGCA એ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેનો અમલ 15 જૂનથી થશે.

DGCA એરલાઇન્સ સેફ્ટી વધારવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરી
અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) બાદ DGCAએ ભારતીય એરલાઇન્સમાં સેફ્ટી વધારવા માટે તાત્કાલિક અસરથી નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. 15 જૂન, 2025 થી, દેશની તમામ ફ્લાઇટ્સ, ખાસ કરીને બોઇંગ 787-8/9 વિમાનોની ઉડાન પહેલાં ફરજીયાતપણે તપાસ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ
અમદાવાદ પ્લેન દુર્ઘટના ની તપાસ માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ સક્રિય બની છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાની તપાસમાં 5 થી વધુ એજન્સીઓ સામેલ છે, જે અકસ્માતનું કારણ અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટેના ઉપાયો શોધી રહી છે.

ફ્લાઇટ સેફ્ટીના નવા માપદંડ

* પ્રિ-ડિપાર્ચર ચેક ફરજીયાત: દરેક ફ્લાઇટના ડિપાર્ચર પહેલાં ફરજીયાતપણે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ તપાસમાં ટેકનિકલ ખામી છે કે કેમ તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.

* જેટ ફ્યુઅલ મોનિટરિંગ: જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગ અને તેની સાથે જોડાયેલી સિસ્ટમની પણ ખાસ તપાસ કરવામાં આવશે.

* સિસ્ટમ ટેસ્ટિંગ: કેબિનમાં હવાના દબાણ, એન્જિન કંટ્રોલ સિસ્ટમ ના ટેસ્ટિંગ ફરજીયાત રહેશે.

* હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફ માપદંડની સમીક્ષા: હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફ ના માપદંડોની દૈનિક સમીક્ષા કરવામાં આવશે.

* પાવર ઇન્શ્યોરન્સ સ્ટેટ: બે અઠવાડિયામાં પાવર ઇન્શ્યોરન્સ સ્ટેટને જરૂરી બનાવવામાં આવ્યા છે, જેથી વીજળી સંબંધિત ખામીઓને અગાઉથી જ ઓળખી શકાય.

આ નિર્ણયો ભારતીય એરલાઇન્સ માટે એક નવો યુગ શરૂ કરશે, જ્યાં સેફ્ટી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે. આ પગલાંથી ભવિષ્યમાં આવા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતો ટાળી શકાય અને મુસાફરો આત્મવિશ્વાસ સાથે હવાઈ મુસાફરી કરી શકે તેવી અપેક્ષા છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!