મોટા સમાચાર: કફ સિરપ માટે હવે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત! સરકારે લીધો કડક નિર્ણય

કેન્દ્ર સરકારે કફ સિરપના OTC વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ. બાળકોના મૃત્યુના કિસ્સાઓ બાદ લેવાયો મહત્વનો નિર્ણય.

નવી દિલ્હી, રવિવાર
દેશમાં તાજેતરમાં કફ સિરપના કારણે અનેક બાળકોના મૃત્યુના કરુણ કિસ્સાઓ સામે આવ્યા હતા. ખાસ કરીને મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાઓએ સમગ્ર દેશમાં ચિંતા જગાવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, દેશભરમાં કોઈ પણ મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું વેચાણ કરી શકાશે નહીં.

OTC કેટેગરીમાંથી કફ સિરપ બહાર
અત્યાર સુધી, બજારમાં મોટાભાગના કફ સિરપ ‘ઓવર ધ કાઉન્ટર’ તરીકે વેચાતા હતા, એટલે કે તેને ખરીદવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નહોતી. પરંતુ, કેન્દ્ર સરકારની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા, ઔષધ પરામર્શ સમિતિ એ તેની 67મી બેઠકમાં આ અંગે કડક પગલું ભર્યું છે. આ નિર્ણય દ્વારા કફ સિરપને OTC દવાઓની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો પોતાની મરજીથી દવાઓ લેવાને બદલે માત્ર ડોક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શનથી જ દવાઓ ખરીદે.

આ નિર્ણય કેમ લેવાયો?
આ પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક સમયથી દેશમાં અને ભારતની બહાર પણ કફ સિરપ પીધા પછી બાળકોના મૃત્યુના નોંધાયેલા કેસ છે. આ ઘટનાઓએ માત્ર બાળકોના જીવ જ નથી લીધા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની દવા ઉદ્યોગની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને સુધારવા અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે સરકારે આ કડક અને અનિવાર્ય નિર્ણય લીધો છે. આશા છે કે આ નિર્ણયથી દવાઓના ગેરઉપયોગ પર અંકુશ આવશે અને લોકોના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે રક્ષણ થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!